• ત્રીજી વખતે સેવાની તક આપવા બદલ જનતાનો આભાર

  • પરિણામો છે કે દેશની જનતાનો વિશ્વાસ મોદી સાથે છે
  • આ જીત મોદીજીના મેરાથન પ્રયાસની જીતઃ અમિત શાહ

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. ભાજપના નેતૃત્વવાળા NDAને પૂર્ણ બહુમતી મળી ગઈ છે. NDAએ 280થી વધુ બેઠકો મેળવી લીધી છે. જ્યારે INDI ગઠબંધને પણ 220નો આંકડો પાર કરી લીધો છે. NDAની સરકાર બની રહી છે અને સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બની રહ્યા છે. 

દેશની જનતાને કોટિ-કોટિ નમન: અમિત શાહ 

ત્યારે, આ જીતને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને મતદારોનો આભાર માન્યો છે અને સાથે સાથે જીતનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો છે. અમિત શાહે ટ્વિટ કરતાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને સતત ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપવા બદલ હું દેશની તમામ જનતાને કોટિ કોટિ નમન કરું . સતત ત્રીજી જીતે સ્પષ્ટ કરે છે કે કે જનતાનો વિશ્વાસ માત્ર પીએમ મોદી પર છે.

પીએમ મોદીના છેલ્લા દાયકાના વિકાસ કર્યોનું પરિણામ 

અમિત શાહે વધુમાં લખ્યું હતું કે, NDAની આ જીત દેશ માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર પીએમ મોદીની નરેન્દ્ર મોદીમાં લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. આ પીએમ મોદીના વિકસિત ભારતના વિઝન પર જનતાનો વિશ્વાસમત છે. આ જન આશીર્વાદ પીએમ મોદીના છેલ્લા દાયકાના ગરીબ કલ્યાણ, વારસાના પુનરુત્થાન, મહિલાઓના સ્વાભિમાન અને ખેડૂતોના કલ્યાણના કાર્યની સફળતાના આશીર્વાદ છે. નવું ભારત આ જનાદેશ સાથે વિકાસ યાત્રાને વધુ વેગ અને તાકાત આપવા તૈયાર છે.

આ જીત પીએમ મોદીની અવિરામ સાધનાનું પરિણામ: શાહ 

ગૃહમંત્રીએ વધુ એક ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'NDAની આ જીત પીએમ મોદીએ દેશના ગરીબો, મહિલાઓ, પછાત, વંચિતો અને યુવાનોના સપનાને સાકાર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં કરેલા પ્રયાસો માટે જનતાના આશીર્વાદ છે. આ જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હું અભિનંદન આપું છું. આ જીત પીએમ મોદીની અવિરામ સાધનાનું પરિણામ છે, જે કોઈ પણ કિંમતે નથી અટકતી. છેલ્લા 23 વર્ષના જાહેર જીવનમાં, એક પણ દિવસની રજા લીધા વિના, પોતાની ચિંતા કર્યા વગર અને માત્ર દેશ અને પોતાના દેશવાસીઓના કલ્યાણ માટે દિવસ-રાત કામ કરીને પીએમ મોદીના મેરેથોન પ્રયાસોની આ જીત છે.

કાર્યકરો ભાજપની સાચી સંપત્તિ: ગૃહમંત્રી 

તો સાથે સાથે અમિત શાહે જીત બદલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના તમામ કાર્યકરોને પણ અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું, 'ત્રીજી વખત ભાજપની આ જીત કાર્યકરોની અથાક મહેનતનું પરિણામ છે. હું આ જીત માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને દેશના દરેક ભાગમાં સખત મહેનત કરી રહેલા ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું. ભાજપ માટે તેના કાર્યકરો જ સૌથી મોટી સંપત્તિ છે. તમે બધાએ જે મહેનત સાથે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, ઘરે-ઘરે જઈને પીએમ મોદી માટે જન આશીર્વાદ માગ્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે. હું તમને આ ભગીરથ પ્રયાસ માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું.'

તો લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને એક મોટી વાત કહી છે. PM મોદીએ કહ્યું કે, જનતાએ ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અમે નવી ઉર્જા, ઉત્સાહ અને સંકલ્પ સાથે આગળ વધીશું.

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે જનતાએ ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અમે નવી ઉર્જા, ઉત્સાહ અને સંકલ્પ સાથે આગળ વધીશું. વડાપ્રધાને કહ્યું કે ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.

PM મોદીએ ભાજપની શાનદાર જીત માટે ઓડિશાના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સુશાસન અને ઓડિશાની અનન્ય સંસ્કૃતિની ઉજવણી કરવા માટે આ એક મોટી જીત છે. લોકોનાં સપનાં પૂરાં કરવા અને ઓડિશાને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભાજપ કોઈ કસર છોડશે નહીં. મને અમારા તમામ મહેનતુ પાર્ટી કાર્યકર્તાઓ પર તેમના પ્રયાસો માટે ખૂબ ગર્વ છે.


  • Follow us on: