• લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હી કોંગ્રેસને ઝટકો
  • કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદરસિંહ લવલીનું રાજીનામુ
  • મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યુ રાજીનામું

લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. એક બાદ એક નેતાઓ દ્વારા કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે. ત્યારે હવે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષે હવે કોંગ્રેસને અલવિદા કહ્યું છે. શું છે કારણ, કેમ આપ્યુ રાજીનામુ તે વિશે અરવિંદર સિંહ લવલી શું કહે છે તે વિશે જાણીએ.

મલ્લિકાર્જુન ખડગેને આપ્યું રાજીનામુ
લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદર સિંહ લવલીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. લવલીએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ લવલી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની વિરુદ્ધમાં હતા. પોતાના રાજીનામા પત્રમાં અરવિંદર સિંહ લવલીએ લખ્યું છે કે જે પાર્ટી કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને આગળ વધી તે પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

કયા કારણોસર આપ્યુ રાજીનામુ ?

તેમણે પત્રમાં જણાવ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસને માત્ર ત્રણ સીટો આપવામાં આવી છે. તેઓ એ વાતથી પણ નારાજ હતા કે આ ત્રણમાંથી બે સીટો બહારના લોકોને આપવામાં આવી હતી. તેમનો ટાર્ગેટ કન્હૈયા કુમાર અને ઉદિત રાજ હતા. તેમણે કહ્યું કે ઉમેદવારોને જાહેરાત પહેલા જાણ કરવામાં આવી ન હતી. લવલીએ કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ પ્રવક્તાની નિમણૂક અટકાવી દેવામાં આવી છે. આવા ઘણા કારણો છે જેના કારણે મેં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અરવિંદરસિંહ લવલીને ગયા વર્ષે 31 ઓગસ્ટના રોજ દિલ્હી રાજ્યના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં ટિકિટ વહેંચણીથી હતા નારાજ

અરવિંદર સિંહ લવલી લગભગ 8 મહિના સુધી આ પોસ્ટ પર રહ્યા. લવલીએ કહ્યું કે આ 8 મહિનામાં મેં પાર્ટી દ્વારા મને આપવામાં આવેલી જવાબદારીઓને ખૂબ સારી રીતે નિભાવી છે. તેમણે કહ્યું કે મેં દિલ્હી કોંગ્રેસમાં વરિષ્ઠ લોકોની નિમણૂક કરવાની પરવાનગી માંગી હતી પરંતુ પાર્ટીએ ના પાડી દીધી. મેં પ્રવક્તાની નિમણૂક માટે પૂછ્યું, પણ ના પાડી. લવલીએ કહ્યું કે ગઠબંધનની દૃષ્ટિએ પાર્ટીને માત્ર ત્રણ સીટો આપવામાં આવી હતી. મને લાગ્યું કે પાર્ટી દિલ્હીથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપશે. એટલા માટે મેં મારું નામ પાછું ખેંચ્યું છે. ત્રણમાંથી બે બેઠકો આવા લોકોને આપવામાં આવી હતી જે ખૂબ જ ચોંકાવનારી હતી.


  • Follow us on:

[[$googlead]]