• બેલેટ પેપરની માંગ કરતી અરજી SCએ ફગાવી
  • VVPAT મુદ્દે તમામ અરજી કોર્ટે ફગાવી
  • EVMથી થશે મતદાનઃ સુપ્રીમ કોર્ટ
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે શુક્રવાર 26 એપ્રિલે મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન EVM અને VVPATને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. EVM અને VVPAT ડેટાના 100% મેચિંગ એટલે કે બંને મશીનમાં હાજર મતોની ગણતરીની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે જ પોતાનો ચુકાદો આપ્યો છે.

VVPAT પર સુપ્રીમકોર્ટનો મોટો ચુકાદો

VVPAT પર સુપ્રીમકોર્ટનો મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે બેલેટ પેપરની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ વીવીપેટ મુદ્દે પણ તમામ અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ઇવીએમથી જ મતદાન થશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ આ અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતો સાથે વોટર-વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) સ્લિપને મેચ કરવાના નિર્દેશો માંગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

શું કહે છે સુપ્રિમ કોર્ટ ?

સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી એ વાત ક્લિન થઇ ગઇ છે કે ઇવીએમ મશીન થી જ મતદાન થશે. ઇવીએમ અને વીવીપેટનું 100 ટકા મેચિંગ નહી કરવામાં આવે. 45 દિવસ સુધી વીવીપેટની પર્ચીઓ સુરક્ષિત રહેશે. ઉમેદવારોના હસ્તાક્ષર સાથે સુરક્ષિત રહેશે, કોર્ટે સિંબલ લોડિંગ યુનિટ સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

VVPAT વેરિફિકેશનનો ખર્ચ કોણ ઉઠાવશે ?
આ નિર્ણય આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે VVPAT વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારોએ પોતે ઉઠાવવો પડશે. જો કોઈ પણ પરિસ્થિતિમાં ઈવીએમ સાથે છેડછાડ થાય અથવા ઈવીએમમાં ​​કોઈ પ્રકારનું નુકસાન થાય તો તેનું વળતર પણ ચૂકવવું પડશે. આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે સિસ્ટમ પર આંધળો અવિશ્વાસ કરવાથી માત્ર શંકા જ પેદા થાય છે. લોકશાહીનો અર્થ છે વિશ્વાસ અને સંવાદિતા જાળવવી.
  • Follow us on:

[[$googlead]]