• 1લી જૂને લોકસભાની ચૂંટણીનું અંતિમ મતદાન
  • ચિરાગ પાસવા સહ પરિવાર અયોધ્યા પહોંચ્યા
  • રામલલ્લાના દર્શન કરીને અનુભવી ધન્યતા

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન 1 જૂને છે. જે પછી 4 જૂને પરિણામ જાહેર થશે. ત્યારે આ દિવસોમાં વિવિધ પાર્ટીના નેતાઓનો મંદિર પ્રવાસ વધી રહ્યો છે. જે.પી નડ્ડા કુળદેવીના દર્શને ગયા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા. તો બીજી તરફ પીએમ મોદી હાલ કન્યાકુમારીમાં ધ્યાન કરી રહ્યા છે. ત્યારે લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાન પરિવાર સાથે શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા.

અયોધ્યા રામલલ્લાના કર્યા દર્શન

[[$googlead]]

જ્યારે વિપક્ષે પીએમ મોદી પર કન્યાકુમારીમાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષ ક્યારેય સમજી શકશે નહીં. કારણ કે તેણે ક્યારેય સનાતનને માન આપ્યું નથી. 2014 અને 2019ના ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન મોદી ધ્યાન કરવા ગયા છે. તેવી જ રીતે તે 2024માં પણ ગયા છે. એક તરફ પીએમ ત્યાં પહોંચ્યા છે તો બીજી તરફ હું અયોધ્યા આવ્યો છું. બહુમતી મળ્યા બાદ ભારત માતા કી જયનો નારા માત્ર બોલવા પૂરતો નથી. દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ભારતનો ડંખ ન વાગતો હોય. પીએમ મોદીએ ભારતનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે.

[[$alsoread]]


ચિરાગે ટ્વિટર પર કર્યુ શેર

ચિરાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે હું આજે અયોધ્યાની પાવન ધરતી પર સપરિવાર પ્રભુ રામના દિવ્ય દર્શન કરીને દેશવાસીઓના કલ્યાણ હેતુ પ્રાર્થના કરી છે. તેમણે પીએમ મોદી માટે અપીલ કરતા જણાવ્યું કે આજે હું પવિત્ર શહેર કાશી વિશ્વનાથના તમામ મતદાતાઓને વિનંતી કરું છું કે તેઓ વારાણસી લોકસભા મતવિસ્તારના એનડીએના ઉમેદવાર અને વિશ્વ મંચ પર દેશને ગૌરવ અપાવનાર પીએમ મોદીને મત આપે. 1લી જૂનની ઐતિહાસિક જીતમાં તમારું અમૂલ્ય યોગદાન આપો. પ્રધાનમંત્રીાના સંકલ્પ પુરા થવા જરૂરી છે. તમે લોકો વધુમાં વધુ મતદાન કરો. તમે જેટલુ વધારે મતદાન કરશો પીએમની સાથે આ દેશ પણ મજબૂત અને સશક્ત બનશે.


  • Follow us on: