- 1 જૂને વારાણસીમાં મતદાન
- યુપીની 13 બેઠકો પર થશે મતદાન
- વારાણસીથી પીએમ મોદી છે બીજેપી ઉમેદવાર
લોકસભાની ચૂંટણીને લઇને સાતમા તબક્કાનું મતદાન યોજાશે. વારાણસીમાં 1 જૂને મતદાન થવાનું છે. ત્યારે વારાણસીમાં વસતા ગુજરાતીઓનો શું મિજાજ છે તે જાણવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો હતો. અહીંના ગુજરાતીઓ પીએમ મોદીના કામથી સંતુષ્ટ જણાયા હતા. મહત્વનું છે કે વારાણસીમાં 40 હજાર ગુજરાતીઓ છે. સંદેશ ન્યૂઝે અહીંના ગુજરાતીઓને સવાલ કરતા તેમણે જણાવ્યું કે પહેલા અમારા બનારસની જે હાલત હતી તેમાં 10થી 12 કલાક જ ઇલેક્ટ્રીસિટી મળતી હતી. પરંતુ હવે અમને 24 કલાક વીજળી મળે છે. અમે ફરીવાર પણ પીએમ મોદી જ જીતે તેમ ઇચ્છી રહ્યા છીએ. ગુજરાતીઓ ઘણી પેઢીઓથી બનારસમાં છે. સાડીઓ બનાવવાનો ધંધો રહ્યો છે.
પીએમ મોદી વારાણસીથી ચૂંટણી મેદાને
મહત્વનું છે કે પીએમ મોદી ત્રીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કાશીના પૌરાણિક શહેર તરીકે પ્રખ્યાત વારાણસીમાં પીએમ મોદીએ 2014 અને 2019ની ચૂંટણી જીતી હતી. આ વખતે તેમની સામે છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ 2014ની ચૂંટણીમાં તેમની સામે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે 2019ની ચૂંટણીમાં તેમને 26 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં હતા. ત્યારે 2024ની ચૂંટણીમાં પીએમ મોદીની સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં કોંગ્રેસના અજય રાય અને બસપાના અથર જમાલ લારી મુખ્ય છે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં વારાણસીમાં 1 જૂને મતદાન થશે.









