- લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
- ભાજપે મંડી બેઠક પરથી કંગના રનોતને આપી ટિકિટ
- શું બોલિવૂડને અલવિદા કહેશે કંગના તેને લઇને ચર્ચા તેજ
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રનોતને તક આપી છે. તેને હિમાચલની મંડી બેઠક પરથી મેદાને ઉતારી છે. કંગના દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં તેને સવાલ કરવામાં આવ્યો હતો કે તે રાજકારણમાં એન્ટ્રી બાદ શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બાય બાય કહી દેશે., તે અંગે કંગનાએ શું કહ્યું આવો જાણીએ.
કંગના છોડશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી?
કંગનાએ આ અંગે એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે આ સવાલનો જવાબ આપવો અત્યારે મુશ્કેલ છે. તેણે કહ્યું કે જો લોકોએ મને જવાબદારી આપી, કે કેન્દ્ર સરકાર તરફથી મને કોઇજવાબદારી મળી તો હું તેને પુરી કરવામાં મારો સંપૂર્ણ પ્રયાસ કરીશ. હમણા એકદમથી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી શકાય નહી. કારણ કે મારી ઘણી ફિલ્મો પેન્ડિંગ છે.









