• લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ તેજ
  • રાહુલ ગાંધીની અયોધ્યા યાત્રાને લઇને ભાજપની ટિપ્પણી
  • મીનાક્ષી લેક્ષીએ રાહુલગાંધીને લઇને આપ્યું મહત્વનું નિવેદન

લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો આવ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઇને શાબ્દિક યુદ્ધ ચાલી જ રહ્યુ છે પરંતુ બીજી તરફ હવે રાહુલ ગાંધી અયોધ્યાની મુલાકાત લેવાના હોવાના સમાચાર સામે આવતા ભાજપ દ્વારા ધારદાર ટિપ્પણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજેપી નેતા મિનાક્ષી લેખીએ શું કહ્યું તે જાણીએ.

રાહુલ અને સોનિયા ગાંધી ચૂંટણીલક્ષી હિન્દુ- મીનાક્ષી લેખી

[[$googlead]]

રાહુલ ગાંધી અયોધ્યાના પ્રવાસે જવાના છે તેવા સમાચાર સામે આવતા ભારતીય જનતા પાર્ટીના નેતા મીનાક્ષી લેખીએ 27 એપ્રિલે કથિત રીતે દાવો કર્યો હતો કે રાહુલ અને સોનિયા ગાંધી ચૂંટણીલક્ષી હિન્દુ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીલક્ષી હિન્દુઓ છે. જેઓ શ્રી રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે અને ચૂંટણી દરમિયાન તેઓ શ્રી રામને યાદ કરે છે. તમામ ચૂંટણી વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સત્તા વિરોધી લહેરમાં મતદાનની ટકાવારી ઊંચી રહે છે, જ્યારે સત્તા તરફી સ્થિતિમાં તે નીચે જાય છે કારણ કે લોકોને ખાતરી છે કે સરકાર કોણ બનાવી રહ્યું છે. દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે તેમના મુખપત્રો સત્તા વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. 

[[$alsoread]]

રાહુલગાંધી કરી શકે છે રામલલ્લાના દર્શન

કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલગાંધી અમેઠીના ચૂંટણી જંગમાં ઉતરતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે. રાહુલ વાયનાડ બાદ અમેઠીથી ચૂંટણી લડશે તેવી જોરદાર ચર્ચાઓ વચ્ચે આ માહિતી સામે આવી છે. કોંગ્રેસના સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે રાહુલ ગાંધી અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે. જો કે, તે કયા દિવસે અયોધ્યા પહોંચશે અને રામ મંદિરમાં દર્શન કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ રામલલાના દર્શન કરવા જશે. 

  • Follow us on: