• લોકસભાની ચૂંટણીને લઇને પાંચમા તબક્કાનું મતદાન
  • રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની સહિત દિગ્ગજોએ કર્યુ મતદાન
  • 8 રાજ્યોની 49 બેઠકો પર કર્યુ મતદાન
લોકસભાની ચૂંટણીને લઇને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. પાંચમા તબક્કાના મતદાનમાં સ્મૃતિ ઇરાની, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, પિયુષ ગોયલ સહિત રાજકીય દિગ્ગજો ચૂંટણી મેદાને છે. ત્યારે આવો જાણીએ કોણે ક્યાંથી મતદાન કર્યું.
ઉજ્જવલ નીકમે કર્યુ મતદાન
મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમે પણ મતદાન કર્યું. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું કે બંધારણે આપણને મત આપવાનો અધિકાર આપ્યો છે અને મને ખુશી છે કે બે દિવસની રજા પછી પણ આજે મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું. તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ તેમના અધિકારોથી વાકેફ છે.



સ્મૃતિ ઇરાનીએ આપ્યો વોટ

ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સામાન્ય નાગરિકની જેમ જ લાઇનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. વોટિંગ કર્યા બાદ તેમણે જણાવ્યું કે આજે મારું સૌભાગ્ય છે કે મેં મારા ગામ ગૌરીગંજમાં વિકસીત ભારતના સંકલ્પ સાથે મારો મત આપ્યો છે. હું અપીલ કરું છું કે લોકો પોતાનો મત આપે. જે આપણા દેશના ભવિષ્યની જવાબદારી છે.




પિયુષ ગોયલે કર્યુ મતદાન
કેન્દ્રીય મંત્રી અને મુંબઇ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલ પત્ની સંગ મતદાન કરવા પહોંચ્યા હતા. વોટ કર્યા બાદ તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિએ લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવો જોઈએ.



રાજનાથસિંહે કર્યુ મતદાન

રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાનો મત આપવા લખનૌના એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેઓ લખનૌ લોકસભા મતવિસ્તારમાંથી વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર છે. આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીએ રવિદાસ મેહરોત્રાને મેદાનમાં ઉતાર્યા છે.



રોહિણી આચાર્યએ કર્યુ મતદાન

બિહારની સારણ લોકસભા સીટ પરથી આરજેડીના ઉમેદવાર રોહિણી આચાર્યએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે આ લોકશાહીનો તહેવાર છે. હું તમામ મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.. ભાજપના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડી મારા કાકા છે, હું તેમના આશીર્વાદ માંગું છું મને ખાતરી છે કે તેઓ મારા પર ગર્વ કરે છે અને આજે મને આશીર્વાદ આપશે.



ઓમર અબ્દુલ્લાએ કરી મતદાનની અપીલ
જમ્મુ અને કાશ્મીરમાં JKNC ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા કહે છે મને આશા છે કે લોકો તેમના મતનો ઉપયોગ કરશે. લોકશાહીમાં સૌથી મોટી શક્તિ લોકોનો અવાજ, લોકોના મત છે. હું બારામુલ્લાના લોકોને અપીલ કરું છું કે તેઓ બહાર આવીને તેમના મત આપે.. .



  • Follow us on: