- લોકસભાની ચૂંટણીને લઇને 1જૂને છેલ્લા તબક્કાનું મતદાન
- ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો તેજ
- પીએમ મોદી યુપીમાં સંબોધી રહ્યા છે જનસભા
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. પીએમ મોદી સહિત દિગ્ગજો વિવિધ રાજ્યોમાં જનસભા સંબોધી રહ્યા છે તેવામાં પીએમ મોદી આજે યુપીના મિર્ઝાપુર પહોંચ્યા છે. પીએમ મોદીએ સભા સંબોધન દરમિયાન સપા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
સપા પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોના ઇરાદે ખતરનાક છે. તેમણે કહ્યું કે 2012માં યુપીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સપાએ ઘોષણાપત્ર જાહેર કર્યુ હતું. જેમાં કહ્યું હતુ કે જેવી રીતે દલિત, પછાતને અનામત મળી છે તેવી જ રીતે મુસ્લિમોને અનામત મળશે તેવી જાહેરાત કરી હતી. આ લોકો પોતાની વોટબેંકને ખુશ કરવા માટે SC,ST,OBCનો હક છીનવવા વ્યસ્ત બન્યા છે.
વિપક્ષ પર વરસ્યા પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 6 તબક્કામાં એનડીએનો વિજય થશે તે નક્કી છે. તેમણે સપા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે એસપીની સરકારમાં જનતા થર થર ધ્રુજતી હતી જ્યારે બીજેપીની સરકારમાં માફિયા થર થર ધ્રુજે છે. સાથે તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિ ગઠબંધન માત્ર પરિવારનું જ વિચારે છે. વિપક્ષ વોટબેંકની રાજનીતિમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે SC,ST, OBCનો હક પરિવારવાદીઓએ લૂંટ્યો. તે લોકો માત્ર પરિવારનું જ વિચારે છે. તેમણે એમ પણ કહ્યું કે કાયદો વ્યવસ્થા અને એસપીનો 36નો આંકડો છે.









