• લોકસભાની ચૂંટણીને લઇને મતગણતરી
  • અમેઠીમાં સ્મૃતિ ઇરાની પાછળ
  • જેપી નડ્ડાના ઘરે મળી બેઠક 

લોકસભાની ચૂંટણીમાં બીજેપી 296 બેઠક પર ચાલી રહી છે. હજી સુધી મતગણતરી ચાલુ છે. આ વખતની ચૂંટણીમાં ધાર્યા કરતા તદ્દન ઉલટુ જ પરિણામ જોવા મળી રહ્યું છે. મોટા મોટા દિગ્ગજો આ ચૂંટણીમાં હાર મેળવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ મતગણતરી વચ્ચે ભાજપના કયા દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે તેના વિશે વાત કરીએ.

નવનીત રાણા
શિવસેના (UBT)ના અનિલ દેસાઈ દક્ષિણ મધ્ય મુંબઈથી ચૂંટણી જીત્યા છે. આ સાથે જ ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલ ઉત્તર મુંબઈથી ચૂંટણી જીત્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ભૂષણ પાટીલ ચૂંટણી લડી રહ્યા હતા. બીજી તરફ અમરાવતીથી નવનીત રાણા 24 હજાર મતોથી પાછળ છે. કોંગ્રેસના બળવંત વાનખેડે અમરાવતીમાં આગળ ચાલી રહ્યા છે.

સ્મૃતિ ઇરાની
યુપીમાં કોંગ્રેસનો ગઢ રહેલી અમેઠીમાં રોચક મુકાબલો જોવા મળ્યો છે. આ બેઠક પર કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ચૂંટણીમાં સતત પાછળ છે. કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતરેલા કિશોરી લાલ શર્મા મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. બીએસપીમાંથી ચૂંટણી લડનાર નન્હે સિંહ ચૌહાણ કંઈ ખાસ કરી શક્યા નથી. મહત્વનું છે કે 2019માં સ્મૃતિ ઇરાનીને 4 લાખ 68 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 4 લાખ 13 હજાર 394 વોટથી ચૂંટણી હારી હતી.

મેનકા ગાંધી
સુલ્તાનપુર લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રામ ભુઆલ નિષાદ 26 હજાર 8 વોટથી આગળ છે. આ બેઠક પરથી મેનકા ગાંધી ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટીના ઉદરાજ વર્મા 1 લાખ 50 હજાર 340 મતોથી પાછળ છે.

  • મુંબઈથી ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમ પાછળ, કોંગ્રેસની વર્ષા ગાયકવાડ આગળ
  • ઓમર અબ્દુલ્લાએ બારામુલા સીટ પર હાર સ્વીકારી, અપક્ષ અબ્દુલ રશીદને જીત માટે અભિનંદન આપ્યા.
  • Follow us on: