- લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર
- ઉમેદવારને માત્ર 49 વોટ મળી લીડ
- આ ચૂંટણીમાં જીતનો સૌથી ઓછો માર્જિન
ગઇકાલે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકર જે ઉદ્ધવ જૂથના છે તે મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી શિવસેના જે શિંદે જૂથના નેતા રવિન્દ્ર વાયકર સામે લડી રહ્યા હતા. 26 રાઉન્ડની મતગણતરી પછી, જ્યારે અમોલ કીર્તિકર 1 મતથી આગળ હતા, ત્યારે રવિન્દ્ર વાયકરે ફરીથી મતગણતરી માટે અરજી કરી હતી. પુનઃગણતરી થઈ અને અમાન્ય પોસ્ટલ વોટની ચકાસણી બાદ રવિન્દ્ર વાયકરે અમોલ કીર્તિકરને હરાવ્યા. પરંતુ સ્પર્ધા ખૂબ જ રસપ્રદ હતી. હરીફાઈ એટલી રસપ્રદ હતી કે મતગણતરી દરમિયાન બંને ઉમેદવારો વચ્ચે માત્ર એક જ મતનો તફાવત હતો. આ લોકસભા બેઠક પર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉમેદવાર અમોલ કીર્તિકર શિવસેના (શિંદે જૂથ)ના નેતા રવિન્દ્ર વાયકર સામે લડી રહ્યા હતા .
લોકસભા ચૂંટણીમાં જીતનો સૌથી ઓછો માર્જિન
26 રાઉન્ડની મતગણતરી પછી, જ્યારે અમોલ કીર્તિકર 1 મતથી આગળ હતા, ત્યારે રવિન્દ્ર વાયકરે ફરીથી મતગણતરી માટે અરજી કરી હતી. પુનઃગણતરી થઈ અને અમાન્ય પોસ્ટલ વોટની ચકાસણી બાદ, રવિન્દ્ર વાયકરે અમોલ કીર્તિકરને 48 મતોથી હરાવ્યા હતા. ત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં આ જીતનો સૌથી ઓછો માર્જિન છે.
49 વોટથી રવિન્દ્ર વાયકર બન્યા વિજેતા
મહત્વનું કહી શકાય કે, જ્યારે અમોલ કીર્તિકરને 681 મતોના માર્જિનથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે રવિન્દ્ર વાયકરે મતોની ફરીથી ગણતરીની માંગ કરી હતી. જોકે, રિ-કાઉન્ટિંગમાં રવિન્દ્ર વાયકર 75 વોટથી આગળ હતા. આ પછી અમોલ કીર્તિકરે ફરી વાંધો ઉઠાવ્યો અને પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવી. મતગણતરીમાં અમોલ કીર્તિકરને 1500 અને રવિન્દ્ર વાયકરને 1549 મત મળ્યા હતા.
48 બેઠકોમાંથી ભાજપને ફાળે માત્ર 9 બેઠક
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોમાંથી ભાજપને માત્ર 9 બેઠકો મળી છે. એનસીપી શરદ પવાર જૂથે 8 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 13 બેઠકો મળી હતી. શિવસેના એકનાથ શિંદે જૂથને 7 બેઠકો મળી હતી. એનસીપી (અજિત પવાર)ના જૂથને એક બેઠક મળી હતી. શિવસેના (ઉદ્ધવ જૂથ) 9 બેઠકો જીતી.