• લોકસભાની ચૂંટણીને લઇને આજે પરિણામ
  • મંદિરોમાં વહેલી સવારથી હવન અને પૂજા શરૂ
  • પીએમ મોદીની જીત માટે થઇ રહી છે પ્રાર્થના 


લોકસભાની ચૂંટણીને લઇને આજે દેશના ભાવિનો નિર્ણય થશે. 543 બેઠકો પર પરિણામ જાહેર થશે. ત્યારે મંદિરોમાં વહેલી સવારથી જ ઉમેદવારો આશીર્વાદ લેવા પહોંચી ગયા છે. તો બીજી તરફ પીએમ મોદીની જીત માટે પણ પ્રાર્થનાનો દોર શરૂ થઇ ગયો છે.

[[$googlead]]

હનુમાનગઢીમાં પૂજા

[[$alsoread]]

 હનુમાનગઢીના પૂજારી દ્વારા હવન કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી વિજયી બને તે સંકલ્પ સાથે હોમ હવન અને યજ્ઞ કરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે પીએમ મોદી વારાણસીના ઉમેદવાર છે.

ભાજપના કાર્યકરોએ કર્યો હવન

બિહારમાં મતગણતરીને લઇને વહેલી સવારે ભાજપના કાર્યકરો દ્વારા હવન કરવામાં આવ્યો. પીએમ મોદી જીત મેળવે અને ફરી એકવાર ભાજપની સરકાર બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

બાંસુરી સ્વરાજે કરી પૂજા

નવી દિલ્હી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજે દિલ્હીમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (બિરલા મંદિર)માં પ્રાર્થના કરી હતી.


હેડક્વાર્ટરમાં તૈયારીઓ તેજ

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી માટે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પુરીઓ તળવામાં આવી રહી છે.


  • Follow us on: