• લોકસભા ચૂંટણીના પરિણામને લઇ કોંગ્રેસની પ્રેસ
  •  રાહુલ અને ખડગે પ્રેસ કોન્ફરન્સમાં રહ્યા ઉપસ્થિત
  • ચૂંટણીના પરિણામોને લઇ કોંગ્રેસમાં દોડધામ યથાવત

લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ કોંગ્રેસમાં દોડધામ ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠક બોલાવી હતી, જેમાં પાર્ટીના તમામ ઉમેદવારોએ પણ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ રાહુલ અને ખડગે પ્રેસ કોન્ફરન્સ યોજી છે.

આ જનતાની જીત છે: ખડગે

[[$googlead]]

કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે આ જનતાની જીત છે, આ લોકશાહીની જીત છે. આ પીએમ નરેન્દ્ર મોદીની નૈતિક હાર છે. ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધીની બંને મુલાકાતોની અસર પડી છે અને તેથી જ INDIA ગઠબંધન આટલી બધી બેઠકો જીતી રહ્યું છે. તેમણે કહ્યું કે આ જનતાની જીત છે અને જનતાના અભિપ્રાયને નમ્રતાથી સ્વીકારે છે. જનતાએ કોઈ એક પક્ષને બહુમતી આપી નથી. 

[[$alsoread]]

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદી માટે આ રાજકીય અને નૈતિક હાર છે, તેમને નૈતિક દૃષ્ટિકોણથી મોટું નુકસાન થયું છે. INDIA ગઠબંધન પ્રતિકૂળ વાતાવરણમાં ચૂંટણી લડ્યું હતું. કોંગ્રેસની ઝુંબેશ શરૂઆતથી અંત સુધી સકારાત્મક રહી હતી.

હિંદુસ્તાનની જનતા સચ્ચાઈ સામે લડી - રાહુલ

કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ ચૂંટણી અમે વિવિધ સંસ્થાઓને બચાવવા લડ્યા છીએ. મીડિયાની ભૂમિકા માટે પણ અમે લડતા રહ્યા છીએ. સંવિધાનને બચાવવા માટે કોંગ્રેસ લડતી રહી. આ સાથે ભાજપ પર પ્રહાર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બેંક અકાઉન્ટ ફ્રીઝ કર્યા, CMને જેલમાં નાંખ્યા છે. હિંદુસ્તાનની જનતા સચ્ચાઈ સામે લડ્યા છીએ. કોંગ્રેસ પાર્ટી બબ્બર શેર કાર્યકર્તાઓનો ધન્યવાદ માને છે. INDIA ગઠબંધનના પરફોર્મન્સ પાછળ સંવિધાન જ હતુ. શેર બજાર તૂટતા રાહુલ ગાંધીએ અદાણીના સ્ટોકને લઈને પ્રહારો કર્યા હતા. 

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, અમને દેશની જનતા પર ગર્વ છે. દેશને બચાવવા માટે હિંદુસ્તાનના ગરીબે પ્રયાસ કર્યો. ગરીબ, આદિવાસી, દલિત લોકો હિંદુસ્તાનને બચાવવા લડ્યા. અમે જે વાયદા આપ્યા છે પૂર્ણ કરીશું...જાતિ જનગણના, મહાલક્ષ્મી યોજના અમે પૂર્ણ કરીશું. 

ગઠબંધનને લઈ રાહુલ ગાંધીનું મોટું નિવેદન 

રાહુલ ગાંધીએ ગઠબંધનને લઈ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, અમે સરકાર બનાવવા મુદ્દે ગઠબંધનના સાથીદારો સાથે ચર્ચા કરીશું. આવતીકાલે સરકાર બનાવવા મુદ્દે્ ચર્ચા કરીને અમારુ ગઠબંધન નક્કી કરશે તે પ્રમાણે નિર્ણય લઈશું.

મલ્લિકાર્જૂન ખડગેનું મોટું નિવેદન

મલ્લિકાર્જૂન ખડગેનું મોટું નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જૂન ખડગે કહ્યું હતું કે, અલાયન્સની સાથે બીજા નવા પાર્ટનર પણ જોડાશે. નવા પાર્ટનર અંગે ભાજપ અલર્ટ થઈ જશે. અમે કાલે બેઠક કરીને નિર્ણય લઈશું. ઉત્તરપ્રદેશની જનતાએ કમાલ કરી દીધી છે. UP સહિત અન્ય સ્ટેટની જનતાએ પણ કમાલ કરી છે. આ સાથે રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને ક્રાંતિકારી ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીએ ક્રાંતિકારી કાર્ય કર્યુ. 

  • Follow us on: