- રાહુલ ગાંધી બીજી વખત વાયનાડથી બમ્પર વોટથી જીત્યા
- વાયનાડ સીટ પર CPIના એની રાજાને કુલ 2,83,023 વોટ મળ્યા
- 2019માં તેઓ વાયનાડથી રેકોર્ડ 4.31 લાખ મતોથી જીત્યા હતા
લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના શાનદાર પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધી બીજી વખત વાયનાડથી બમ્પર વોટથી જીત્યા છે. 2019માં તેઓ વાયનાડથી રેકોર્ડ 4.31 લાખ મતોથી જીત્યા હતા પરંતુ આ વખતે રાહુલ ગાંધી 3,64,422 મતોથી જીત્યા છે. તેમણે સીપીઆઈ નેતા એની રાજાને હરાવ્યા છે.
રાહુલ ગાંધી 2019ની જેમ આ વખતે 2 સીટો રાયબરેલી અને વાયનાડથી ચૂંટણી લડી રહ્યા હતા. વાયનાડ સીટ પર CPIના એની રાજાને કુલ 2,83,023 વોટ મળ્યા છે. ત્રીજા ક્રમે રહેલા બીજેપી નેતા કે સુરેન્દ્રનને કુલ 1,41,045 વોટ મળ્યા જ્યારે રાહુલ ગાંધીએ વાયનાડ સીટ પર બધાને પાછળ છોડી દીધા અને કુલ 6,47,445 વોટ મેળવ્યા હતા.
રાહુલ ગાંધીએ 2019માં બનાવ્યો હતો એક રેકોર્ડ
2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વાયનાડમાં CPI ઉમેદવાર પીપી સુનિરને હરાવીને 4.31 લાખ મતોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી. જો કે આ વખતે રાહુલ ગાંધીને ગત વખત કરતા ઓછા વોટ મળ્યા છે.
INDIA ગઠબંધને કરી અજાયબી!
INDIA ગઠબંધન કુલ 231 બેઠકો સાથે 104 બેઠકો પર આગળ દેખાતું હતું જ્યારે NDA 294 બેઠકો સાથે 49 બેઠકો પર પાછળ જોવા મળ્યું હતું. જો કે એવું માનવામાં આવે છે કે એનડીએ ગઠબંધન સરકાર બનાવી શકે છે.
રાહુલ ગાંધી રાયબરેલીથી પણ જીતી શકે
નોંધનીય છે કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી પણ ચૂંટણી લડી રહ્યા છે જેનું પરિણામ હજુ જાહેર થયું નથી. આ સીટ પર રાહુલ ગાંધી 3,90,030 વોટથી આગળ હતા. તેમને કુલ 6,87,649 મત મળ્યા જ્યારે બીજેપી નેતા દિનેશ પ્રતાપ સિંહ બીજા સ્થાને મેદાનમાં હતા. તેમને કુલ 2,97,619 બેઠકો મળી હતી. ત્રીજા નંબરે બહુજન સમાજ પાર્ટીના નેતા ઠાકુર પ્રસાદ યાદવ હતા. અહીંથી પણ રાહુલ ગાંધીની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.