- તેલંગણાના ભુવનગિરીમાં અમિતશાહે સંબોધી સભા
- રાહુલની ચાઇનીઝ ગેરંટી વિરુદ્ધ છે આ ચૂંટણી
- જેહાદ વિરુદ્ધ વિકાસની ચૂંટણી
લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ બન્યો છે. 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે ત્યારે હવે આગામી તબક્કાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપના દિગ્ગજો એકબાદ એક તેલંગણાની મુલાકાત લઇ રહ્યા છે.ગઇકાલે પીએમ મોદી તેલંગણામાં હતા ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ તેલંગણામાં જનસભા સંબોધી હતી.
અમિતશાહે કોંગ્રેસને લીધુ આડેહાથ
તેમણે જનસભા સંબોધતા કહ્યું કે વર્ષ 2024ની ચૂંટણી તે રાહુલગાંધી વર્સિસ નરેન્દ્ર મોદી છે. આ ચૂંટણી વોટ ફોર જેહાદની વિરુદ્ધ વોટ ફોર વિકાસની ચૂંટણી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ચૂંટણી પોતાના પરિવારના કલ્યાણ વિરુદ્ધ દેશની જનતાના કલ્યાણની વિરુદ્ધનું છે,. આ ચૂંટણી રાહુલની ચાઇનીઝ ગેરંટી વિરુદ્ધ મોદીજીની ભારતીય ગેરંટીની છે.
પીએમ મોદીએ પણ તેલંગણામાં કર્યો હતો પ્રચાર
મહત્વનું છે કે ગઇકાલે પીએમ મોદીએ તેલંગણામાં જનસભા સંબોધી હતી. તેમણે કરીમનગર સહિત કુલ બે સ્થળો પર ચૂંટણીસભા સંબોધી હતી, આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેલંગણામાં કોંગ્રેસ અને બીઆરએસ ફેમિલી ફર્સ્ટ લઇને ચાલે છે. બાય ધ ફેમિલી, ફોર ધ ફેમિલી, ઓફ ધ ફેમિલી એજ તેમની રમત છે. કોંગ્રેસ અને બીઆરએસમાં કોઇ અંતર નથી. તેઓ એક સિક્કાની જ બાજુ છે.કોંગ્રેસ અને બીઆરએસને ભ્રષ્ટાચાર જોડે છે. ફેમિલી ફર્સ્ટની આ નીતિને કારણે પી.વી નરસિમ્હા રાવનું અપમાન કર્યુ. કોંગ્રેસ કાર્યાલયમાં એન્ટ્રી પણ ન આપી. જ્યારે એનડીએ સરકારે પી.વી નરસિમ્હારાવને ભારત રત્નથી સન્માનિત કર્યા. મને તેમના પરિવાર સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો જે મારા માટે સૌભાગ્યની વાત છે.









