- PM મોદી વારાણસીથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવશે
- 14 મેના રોજ ઉમેદવારી નોંધાવ્યા પહેલા PM મોદી કાશી દર્શનાર્થે થશે
- PM મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરશે
14 મેના રોજ PM નરેન્દ્ર મોદી વારાણસીથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવશે. PM મોદીના નોમિનેશનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેમાં 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત તમામ NDA પાર્ટીઓના નેતાઓ હાજર રહેશે.
દેશના ચૂંટણી ઇતિહાસમાં આ કદાચ સૌથી ભવ્ય નોમિનેશન હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે ડઝનબંધ મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.
