- આવ્યો લોકશાહીના પર્વનો ઉત્સવ
- શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ તબક્કાનું મતદાન
- 21 રાજ્યોમાં 102 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા
લોકસભાની ચૂંટણીને લઇને પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દેશના 21 રાજ્યોમાં 102 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યુ છે. રાજકીય દિગ્ગજો પણ વોટ કરવા પહોંચ્યા હતા. વૃદ્ધો પણ વોટ કરવા પહોંચ્યા હતા. વોટ કરવો એ આપણો અધિકાર છે. આપણી ફરજ છે. ત્યારે નવ પરિણીત યુગલ પણ વોટ કરવા પહોંચ્યા હતા.
ઉધમપુરમાં નવપરિણીત યુગલે કર્યું મતદાન
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનને લઇને નવ પરિણીત યુગલો પોતાની ફરજ ભૂલ્યા નથી. તેઓ લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હતા. વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો અહીં ઉધમપુરમાં આજે વોટિંગ થઇ રહ્યું છે. ત્યારે નવ પરિણીત યુગલ સાહિલ અને રાધિકાએ પણ લગ્નના જોડામાં વોટ કરવા પહોંચ્યા હતા.
દુલ્હન પહોંચી વોટ આપવા
તો બીજી તરફ યુપીના મુઝફ્ફરનગરમાં એક દુલ્હન લગ્નના જોડામાં વોટ કરવા પહોંચી હતી. લાલ રંગના ડ્રેસમાં સજ્જ થયેલી દુલ્હને લગ્નના આ અવસર વચ્ચે તેણે પોતાના મતદાનની ફરજ ભૂલી ન હતી.
નવપરિણીત યુગલે કર્યુ મતદાન
આ તરફ ઉત્તરાખંડમાં પણ એક કપલ મતદાન કરવા પહોંચ્યુ હતું. બંને લગ્નના પોશાકમાં સજ્જ હતા. લગ્ન બાદ તેઓએ મતદાન અંગે પોતાની ફરજ પૂર્ણ કરવાનું ચૂક્યા ન હતા. પૌઢી ગઢવાલમાં એક મતદાન કેન્દ્ર પર તેઓએ મતદાન કર્યું હતું.









