• અસદુદ્દીન ઓવૈસીએ લીધા સાંસદ પદના શપથ
  • શપથના અંતમાં લગાવ્યો જય પેલેસ્ટાઇનનો નારો
  • ભાજપે કર્યો વિરોધ, રેકોર્ડમાંથી હટાવવા કરી માંગ 

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આજે 18મી લોકસભા સત્રની કાર્યવાહીના બીજા દિવસે સાંસદ તરીકે શપથ લીધા છે. પરંતુ શપથ લેવા દરમિયાન સંસદમાં જય પેલેસ્ટાઇનનો નારો લગાવતા વિવાદ થયો છે.

આ શું બોલ્યા ઓવૈસી?

[[$googlead]]

વાત એમ છે કે પ્રોટેમ સ્પીકર દ્વારા લોકસભાના સત્રના બીજા દિવસે સાંસદ સભ્યોને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. જે દરમિયાન હૈદારાબાદથી વિજેતા એવા અસદુદ્દીન ઓવૈસીએ બિસ્મિલ્લાહ વાંચીને સાંસદ પદના શપથ લીધા પરંતુ તેમણે અંતમાં જય ભીમ, જય તેલંગણા અને છેલ્લે જય પેલેસ્ટાઇનનો નારો લગાવ્યો હતો. જે બાદ ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો.

[[$alsoread]]

બીજેપી સાંસદોએ કર્યો વિરોધ

ભારતમાં રહેવુ અને ભારત દેશની સાંસદ સભ્ય તરીકે શપથ લેતી વખતે પેલેસ્ટાઇનની જય બોલાવવી એ ખરેખર શરમજનક બાબત છે. ત્યારે આ બાબતે ભાજપના અનેક સાંસદોએ વિરોધ નોંધાવ્યો. જે અંગે પ્રોટેમ સ્પીકરે કહ્યું કે જો ઓવૈસીએ કોઇ વાંધાજનક વાત કરી છે તો તે અંગે કાર્યવાહી કરીને રેકોર્ડમાંથી હટાવી દેવાશે.

વીડિયો થયો વાયરલ

જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના શપથમાં જય પેલેસ્ટાઈન કહ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ તેનો વિરોધ કર્યો હતો. આ પછી લોકસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર રાધા મોહન સિંહે અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું હતું. જો કે ઓવૈસીના આ નિવેદનનો વીડિયો હવે વાયરલ થયો છે.

ઓવૈસીએ શું કહ્યું ? 

વિવાદ બાદ ઓવૈસીએ ખુલાસો કર્યો અને કહ્યું કે પેલેસ્ટાઈન કહેવું કેવી રીતે બંધારણની વિરુદ્ધ છે. બીજેપી સાંસદ જી કિશન રેડ્ડીનું કામ માત્ર વિરોધ કરવાનું છે.


  • Follow us on: