• લોકસભા સત્રના બીજા દિવસે સાંસદોએ લીધા શપથ
  • વિપક્ષના કેટલાક સાંસદોએ બંધારણની કોપી સાથે રાખી શપથ લીધા
  • રાહુલ ગાંધીએ શપથ લીધા બાદ કહ્યું જય સંવિધાન
લોકસભાના પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. પ્રોટેમ સ્પીકર દ્વારા સાંસદોને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલગાંધીએ આજે સાંસદ પદના શપથ લીધા હતા. આ વખતે તેઓ હાથમાં બંધારણની કોપી લઇને આવ્યા હતા. શપથ દરમિયાન તેમણે એક હાથમાં બંધારણની કોપી રાખી અને પછી જય સંવિધાન બોલ્યા હતા.

રાહુલગાંધીએ કહ્યું જય સંવિધાન
કોંગ્રેસના નેતા અને ઉત્તર પ્રદેશના રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સંસદનું સભ્યપદ લીધું. આ દરમિયાન રાહુલ ગાંધી બંધારણની નકલ સાથે શપથ લેવા પહોંચ્યા હતા. શપથ લીધા બાદ રાહુલ ગાંધીએ જય હિંદ અને જય સંવિધાનના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ શપથ લીધા બાદ હસ્તાક્ષર કરવા જઈ રહ્યા હતા ત્યારે ગૃહમાં હાજર ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આ સાંસદોએ પણ બંધારણની કોપી બતાવી
અખિલેશે પણ બંધારણની કોપી હાથમાં રાખીને શપથ લીધા હતા. આ ઉપરાંત રાયબરેલીના કોંગ્રેસના સાંસદ કે.એલ શર્માએ બંધારણની કોપી બતાવીને શપથ લીધા હતા. મહત્વનું છે કે ઇન્ડિ ગઠબંધન દ્વારા લોકસભાના પ્રથમ દિવસે સદનની બહાર પણ બંધારણની કોપી લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. 


  • Follow us on: