• નવી સરકાર માટે લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે
  • લોકસભા સ્પીકરના પદને લઈ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે
  • ભાજપે મહત્ત્વના મંત્રાલયો એની પાસે રાખ્યા છે


લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. નવી સરકારની રચના પણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓએ શપથ લઈ લીધી છે. હવે બસ સંસદ સત્ર શરૂ થવાની પ્રતીક્ષા છે. 24 જૂને આની શરૂઆત થશે. પરંતુ આ અગાઉ લોકસભા સ્પીકર પદને લઈ સત્તા પક્ષ અને વિપક્ષમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો ભાજપ આ પદ પોતાની પાસે રાખી શકે છે. હા ડેપ્યુટી સ્પીકરનું પદ તે ટીડીપી અથવા જેડીયુને આપી શકે છે.

નવી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી

નવી લોકસભાનું પ્રથમ સત્ર આવતા સપ્તાહે 24 જૂન સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન નવા સાંસદોના શપથ ગ્રહણથી લઈને નવા સ્પીકર, રાષ્ટ્રપતિનું સંબોધન, તે સંબોધનમાં સરકારના કામકાજની ઝાંખી અને વડાપ્રધાન અને વિપક્ષનો આભાર માનવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રથમ કાર્યકાળમાં મધ્યપ્રદેશના ઈન્દોરથી સાંસદ તરીકે ચૂંટાયેલા સુમિત્રા મહાજન લોકસભાના સ્પીકર હતા. તે જ સમયે, મોદીના બીજા કાર્યકાળ દરમિયાન, આ જવાબદારી રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા પાસે રહી. મોદીના પ્રથમ બે કાર્યકાળમાં તેમની પાર્ટી પાસે પોતાના દમ પર બહુમતી હતી. આ વખતે સ્થિતિ જુદી છે.

મોટા મંત્રાલયો પણ ભાજપ પાસે

ભાજપ ગઠબંધનની સરકાર બનાવી હોવા છતાં તમામ અગત્યના મંત્રાલયો તેની પાસે જ રાખ્યા છે. જેમાં ગૃહ, સંરક્ષણ, વિદેશ અને નાણાં મંત્રાલય જેવાને સહયોગી દળોને નથી આપ્યા. જો કે આ ભાજની મોટી જીત મનાઈ રહી છે. આવામાં જો પાર્ટી સ્પીકરનું પદ પણ પોતાની પાસે રાખવામાં સફળ થશે તે આ તેની માટે એક કુશળ રાજકીય મેનેજમેન્ટની જીત ગણાશે

  • Follow us on: