• 18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ
  • એનડીએના સ્પીકર પદના ઉમેદવાર ઓમ બિરલા
  • રાહુલ ગાંધીએ આ અંગે આપી પ્રતિક્રિયા
18મી લોકસભાના પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે પણ શપથ ગ્રહણ કાર્યક્રમ ચાલુ રહેશે. ગઈકાલે પીએમ મોદી સહિત 266 સાંસદોએ શપથ લીધા હતા. બાકીના સાંસદો આજે શપથ લેશે. આ સાથે જ બીજેપીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) તરફથી  સ્પીકર પદના ઉમેદવાર ઓમ બિરલા હશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ થોડા સમયમાં જ ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે આ અંગે વિપક્ષની શું પ્રતિક્રિયા છે આવો જાણીએ.

ઓમબિરલા લોકસભા સ્પીકર પદના હશે ઉમેદવાર

લોકસભા સ્પીકર માટે એનડીએના ઉમેદવારનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. એનડીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાનું નામ આગળ કરવા જઈ રહ્યું છે. ઓમ બિરલા લગભગ 11.30 વાગ્યે સ્પીકર પદ માટે નોમિનેશન ભરશે. ફોર્મ અલગ અલગ સેટમાં ભરવામાં આવશે. ત્યારે આ મામલે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે સહમતિ થઇ ગઇ હોવાનું સૂત્રો દ્વારા મળથી માહિતી મુજબ સામે આવ્યું છે.

પીએમ મોદીએ કરી હતી બેઠક 

PM મોદીએ ઓમ બિરલા સાથે બેઠક કરી હતી. જેમાં અમિત શાહ, જે.પી.નડ્ડા રહ્યા હાજર રહ્યા હતા.  NDA, વિપક્ષ વચ્ચે સ્પીકર પદ પર સહમતિ થઇ હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે. આ અંગે રાહુલગાંધીએ જણાવ્યું કે  અમને રાજનાથસિંહને આશ્વાસન આપ્યું છે. 

શું કહ્યુ રાહુલગાંધીએ ?

લોકસભા સ્પીકર પદ પર ઉમેદવાર તરીકે ઓમ બિરલાના નામ પર સહમતિ થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે
 અમે સ્પીકરને સમર્થન આપીશું. રાજનાથ સિંહે મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી છે. અમે સ્પીકરને સમર્થન આપીશું પરંતુ ડે.સ્પીકર વિપક્ષના હોવા જોઇએ.

  • Follow us on: