• મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને મતગણતરી
  • બેઠકોના રૂઝાન આવી રહ્યા છે સામે
  • ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો માટે સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશની 230 બેઠકો માટે  મતગણતરી ચાલી રહી છે. દોઢ વાગ્યા સુધીની સ્થિતિ જોઇએ તો ભાજપ 161 બેઠક પર આગળ છે જ્યારે કોંગ્રેસ 67 અને અન્ય 02 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. 

પીએમ મોદી ભારતના મનમા- સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

[[$googlead]]

[[$alsoread]]

બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે PM મોદી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મનમાં છે, આ સ્પષ્ટ છે. PM મોદી સમગ્ર ભારતના મનમાં છે, આ પણ સ્પષ્ટ છે અને તેથી જ ભાજપને વોટ મળ્યા છે. વિકાસ માટે, ભાજપને મહિલાઓના સન્માન, દેશની સુરક્ષા માટે વોટ મળ્યા છે.


કોંગ્રેસ ખુલ્લી પડી ગઇ- પ્રહલાદ પટેલ

કેન્દ્રીય મંત્રી અને નરસિંહપુરથી ભાજપના ઉમેદવાર પ્રહલાદ સિંહ પટેલે કહ્યું કે મેં કહ્યું હતું કે 2023માં 2003નું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આજે તે પરિણામોમાં જોઈ શકાય છે... હું મધ્યપ્રદેશના લોકો અને પાર્ટીના કાર્યકરોનો આભાર માનું છું. આ પરિણામો જોઇને કહ્યુ છે કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે.


બુધની સીટ પર શિવરાજસિંહની જીત

સિહોર જિલ્લાની બુધની બેઠક પરથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જીત્યા છે. તેમણે કોંગ્રેસના વિક્રમ મસ્તલને હરાવ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ 77286 મતોથી જીત્યા. મંત્રી ગોપાલ ભાર્ગવ 72041 મતોથી જીત્યા. રમેશ મંડોલા ઈન્દોરના બીજા નંબરના વિધાનસભા સીટ પરથી એક લાખ પાંચ હજારથી જીત્યા છે.


મોં મીઠુ કરાવીને ઉજવણી કરી 

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને પાર્ટીના નેતાઓએ એકબીજાને મોં મીઠુ કરાવ્યું. ભાજપ શરૂઆતી રૂઝાનોમાં આગળ ચાલી રહ્યું છે જેને લઇને  પાર્ટી આગેવાનોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. 


સીએમ હાઉસમાં કામ કરતા માલિને શિવરાજને અભિનંદન પાઠવ્યા 

સીએમ હાઉસમાં કામ કરતી માલિન રાધાબાઈએ મુખ્યમંત્રી ચૌહાણને ફૂલ આપીને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન સીએમ શિવરાજ ભાવુક થઈ ગયા હતા. રાધાબાઈ સીએમ હાઉસમાં ફૂલ પથારી અને બગીચાની સંભાળ રાખે છે અને મુખ્યમંત્રીના ભગવાનની પૂજા માટે દરરોજ ફૂલો લાવે છે.



કાલાપીપલમાં ભાજપે જીત નોંધાવી

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ પરિણામ આવી ગયું છે. કાલાપીપલ વિધાનસભામાં ભાજપે જીત નોંધાવી છે. કોંગ્રેસના કૃણાલ ચૌધરી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા છે.

ચૂંટણી પરિણામો કરી રહ્યા છે અવલોકન

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પાર્ટીના નેતાઓ નરેન્દ્ર સિંહ તોમર અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભોપાલમાં મત ગણતરી ચાલુ હોવાથી ચૂંટણી પરિણામોનું અવલોકન કરે છે.


દેવાસ વિધાનસભાની પાંચ બેઠકોની સ્થિતિ

  • દેવાસમાં ભાજપના ગાયત્રી રાજે પંવાર 4960 મતોથી આગળ છે.
  • હાથપીપલ્યામાં ભાજપના મનોજ ચૌધરી 1248 મતોથી આગળ છે.
  • સોનકચ્છમાં ભાજપના રાજેશ સોનકર 7936 મતોથી આગળ છે.
  • બાગલીમાં ભાજપના મુરલી ભંવરા 13438 મતોથી આગળ છે.
  • ખાટેગાંવમાં ભાજપના આશિષ શર્મા 2343 મતોથી આગળ છે.

હરદા વિધાનસભા

  • ભાજપના ઉમેદવાર કમલ પટેલ - 18793
  • કોંગ્રેસના ઉમેદવાર ડો.આર.કે.ડોગને - 16885
  • ભાજપ 1908 મતોથી આગળ છે.

તિમરની એસેમ્બલી

  • ભાજપના ઉમેદવાર સંજય શાહ - 19630
  • કોંગ્રેસના ઉમેદવાર અભિજીત શાહ - 16706
  • ભાજપ 2924 મતોથી આગળ છે.


બીજેપી પ્રચંડ બહુમતીથી જીતશે- શિવરાજસિંહ

હાલમાં બીજેપીને જીતની દિશામાં જોતા શિવરાજસિંહે જણાવ્યુ કે મોદી જી એમપીના મનમાં છે અને એમપી મોદીજીના મનમાં છે. તેમણે અહીં જાહેર રેલીઓ યોજી અને લોકોને અપીલ કરી અને તે લોકોના હૃદયને સ્પર્શી ગઇ છે. તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે. . ડબલ- એન્જિન સરકારે કેન્દ્ર સરકારની યોજનાઓનો યોગ્ય રીતે અમલ કર્યો અને તે યોજનાઓને મધ્યપ્રદેશમાં ઇમ્પ્લિમેન્ટ કરવા સફળ નીવડ્યા છીએ. .મધ્યપ્રદેશ એક પરિવાર બની ગયું...મેં અગાઉ પણ કહ્યું હતું કે ભાજપને બહુ સરળતાથી ભવ્ય બહુમતી મેળવશે. કારણ કે લોકોનો અમને પ્રેમ અને બધે જોવા મળી રહ્યો છે.


જીત તરફ ભાજપ

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. મધ્યપ્રદેશની તમામ 230 સીટો પર ટ્રેન્ડ સામે આવ્યો છે. ભાજપને એકતરફી લીડ મળી છે. રાજ્યમાં ભાજપ લગભગ 142 સીટો પર આગળ છે, જ્યારે  કોંગ્રેસ 85 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે અન્ય ત્રણ બેઠકો પર આગળ છે. ભાજપ એકતરફી જીત તરફ આગળ વધી રહી છે. ભોપાલ ભાજપ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છે. મીઠાઈઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


  • ભોપાલની નરેલા વિધાનસભા બેઠક પરથી ભાજપના વિશ્વાસ સારંગ આગળ ચાલી રહ્યા છે. તેમને 10747 મત મળ્યા છે. કોંગ્રેસના રવિન્દ્ર સાહુને 4748 વોટ મળ્યા છે.
  •  સતનાની સાત વિધાનસભા બેઠકોમાંથી 6 પર ભાજપ આગળ છે, અમરપાટનની માત્ર એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે.
  • પઢારિયાથી લખન પટેલ 948 મતોથી આગળ છે. ભાજપના ઉમેદવાર લખન પટેલને 3814, કોંગ્રેસના રાવ બ્રિજેન્દ્રને 1876 મત મળ્યા છે. BSP રામબાઈને માત્ર 2191 વોટ મળ્યા છે.
  • ભોપાલમાં ત્રીજા રાઉન્ડમાં હુઝુર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર રામેશ્વર શર્મા 13 હજાર મતોની જંગી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.
  • છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવનાર ઈમરતી દેવી ડાબરામાં 1142 મતોથી આગળ છે.
  • બીજા રાઉન્ડમાં સાગરના ધારાસભ્ય શૈલેન્દ્ર જૈન 5200 મતોથી આગળ છે.


જંગી જનાદેશ સાથે ભાજપ આવશે સત્તામાં- પ્રહલાદ પટેલ

કેન્દ્રીય મંત્રી અને નરસિંહપુરના ભાજપના ઉમેદવાર કહે પ્રહલાદ પટેલે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં ભાજપ જંગી જનાદેશ સાથે સત્તામાં આવશે... મેં પહેલા જ કહ્યું હતું કે અમે ગત વખત કરતાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરીશું. પાંચેય રાજ્યોમાં જે વલણો આવી રહ્યા છે તે મારી વાત સાબિત કરી રહ્યા છે.. કમલનાથ મત ગણતરીમાં પાછળ ચાલી રહ્યા છે.  


પ્રથમ રાઉન્ડની મત ગણતરીની સ્થિતિ

  • બુધની વિધાનસભા- સીએમ શિવરાજ 3023 વોટથી આગળ
  • અષ્ટા વિધાનસભા - કોંગ્રેસના ઉમેદવાર કમલ સિંહ 241 મતોથી આગળ
  • ઈચ્છાવર વિધાનસભા - કોંગ્રેસના ઉમેદવાર શૈલેન્દ્ર પટેલ 542થી આગળ
  • સિહોર વિધાનસભા- ભાજપના ઉમેદવાર સુદેશ રાય 1200થી આગળ

સિંધિયા પહોંચ્યા શિવરાજસિંહને મળવા 

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલમાં વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઘરે પહોંચ્યા.


ચૂંટણી પંચનું સત્તાવાર વલણ

ચૂંટણી પંચના સત્તાવાર વલણમાં ભાજપ 118 બેઠકો પર આગળ, કોંગ્રેસ 43 બેઠકો પર, ગોંડવાના ગણતંત્ર પાર્ટી 03 અને અન્ય એક બેઠક પર આગળ છે.

ક્યાં કોણ આગળ ?

પ્રથમ રાઉન્ડ પછી, ભાજપની લલિતા યાદવ છતરપુરમાં 166 મતોથી આગળ છે, જ્યારે ચાંદલામાં ભાજપ 1000 મતોથી આગળ છે. રાજનગરમાં ભાજપના અરવિંદ પટેરિયા 2650 મતોથી આગળ છે. કોંગ્રેસના રામસિયા ભારતી બડા મલેહારામાં 300 મતોથી આગળ છે, બીજવરમાં ભાજપ 2300 મતોથી આગળ છે.

પ્રહલાદ પટેલે કરી પ્રાર્થના 

કેન્દ્રીય મંત્રી અને નરસિંહપુરના ભાજપના ઉમેદવાર પ્રહલાદસિંહ પટેલ મતગણતરી ચાલુ હોવાથી તેમના નિવાસસ્થાને પ્રાર્થના કરી હતી. 




મતગણતરી સાથે ભાજપનો વોર રૂમ સક્રિય

મધ્યપ્રદેશમાં મતગણતરી ચાલુ છે. વીડી શર્મા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ પણ થોડીવારમાં ભાજપ કાર્યાલય પહોંચવાના છે. પ્રદેશ ભાજપ કાર્યાલયમાં વોર રૂમમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


બેલેટની ગણતરી

છતરપુરના એક મતગણતરી કેન્દ્રમાં પોસ્ટલ બેલેટની ગણતરી માટેના બોક્સ ખોલવામાં આવ્યા.

મને મતદારો પર વિશ્વાસ- કમલનાથ 

ભોપાલના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે કહ્યું કે મેં વલણો જોયા નથી, મને મધ્ય પ્રદેશના મતદારો પર વિશ્વાસ છે કે તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત રાખશે... 


ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર અચલેશ્વર મંદિર પહોંચ્યા

ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર ગ્વાલિયરના પ્રસિદ્ધ અચલેશ્વર મંદિર પહોંચ્યા અને અહીં ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરી. તેમણે ભગવાન શિવના આશીર્વાદ લીધા. ઉર્જા મંત્રીએ પોતાની જીતનો દાવો કરતા કહ્યું કે જનતા સેવા, ભાવ અને વિકાસ 2018 કરતા વધુ મતોથી ચૂંટણી જીતી રહી છે. મધ્યપ્રદેશમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર બની રહી છે.

  • Follow us on: