- મધ્યપ્રદેશમાં શિવરાજસિંહનું મહત્વનું નિવેદન
- ચૂંટણીને લઇને કોંગ્રેસ સામે કસ્યો તંજ
- કમલનાથની સરકાર પર કર્યા આકરા પ્રહાર
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બસ હવે નજીક છે. પરંતુ છેલ્લા છેલ્લા દિવસોમાં પણ રાજકીય પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર કરવાનું ભૂલી નથી. મિઝોરમ અને છત્તીસગઢમાં તો પ્રચાર પડઘમ શાંત થશે પરંતુ અન્ય રાજ્યોમાં પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. તેવામાં મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
કમલાનથનું મોડલ ફેઇલ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભાજપનું મોડલ વિકાસ અને જન કલ્યાણનું છે. કમલનાથનું મોડલ જૂનું મોડલ છે મધ્યપ્રદેશને બરબાદ કરનારુ કોંગ્રેસનું મોડલ છે. આ મોડલ નિષ્ફળ જશે અને રાજ્યમાં ભાજપ ફરી સરકાર બનાવશે.
અગાઉ સતનામાં સંબોધી હતી રેલી
મધ્યપ્રદેશના સતનામાં એક રેલીને સંબોધતા સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર દરેકને સમાન અધિકાર છે, અને મહિલાઓને પણ અધિકારો છે... તેમના કાયદેસરના અધિકારો આપવા એ બિલકુલ મફત વિતરણ નથી. 'લાડલી બેહના યોજના' જેવી યોજનાઓ આશીર્વાદ સમાન છે.
શું છે યોજના ?
લાડલી બેહના યોજના મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જેનો લાભ તે મહિલાઓને આપવામાં આવી રહી છે જેઓ પછાત વર્ગમાંથી આવે છે. સરકારનો પ્રયાસ છે કે તેઓને આર્થિક સહાય આપીને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે. તાજેતરમાં આ યોજનાએ ઘણું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે મધ્યપ્રદેશ સરકારે લાભાર્થીઓને આપવામાં આવતા ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 27 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે સરકારે માસિક ભથ્થાની રકમ 1,000 રૂપિયાથી વધારીને 1,250 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.









