- PM નરેન્દ્ર મોદીએ રીવામાં 7853 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ
- 17,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
- 7853 કરોડના કામોનું ઉદ્ઘાટન પણ કર્યુ
PM નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે ત્રીજી વખત મધ્યપ્રદેશના રીવા જિલ્લાની મુલાકાતે છે. રીવા પહોંચતા પહેલા પીએમ ટ્રાન્ઝિટ વિઝિટ પર ખજુરાહો પહોંચ્યા હતા, રીવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર આયોજિત પંચાયતી રાજ સંમેલનને સંબોધિત કર્યુ છે. PM મોદી SAF ગ્રાઉન્ડ પર આયોજિત કાર્યક્રમમાં 17,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 7853 કરોડના કામોનું ઉદ્ઘાટન પણ કર્યુ. PM ત્રીજી વખત રીવા આવી રહ્યા છે, આ પહેલા તેઓ મે 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન અને બીજી વખત નવેમ્બર 2018માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રીવા આવ્યા હતા.
ઇ-ગ્રામ સ્વરાજ અને GeM પોર્ટલ શરૂ કર્યું
PM મોદીએ રીવાના SAF ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ સમારોહમાં રિમોટ દબાવીને પંચાયત સ્તરે જાહેર ખરીદી માટે બનાવવામાં આવેલ સંકલિત ઈ-ગ્રામ સ્વરાજ અને GeM પોર્ટલ લોન્ચ કર્યું. આ સાથે PM મોદીએ રિમોટનું બટન દબાવીને વડાપ્રધાન સર્વસમાવેશક વિકાસની થીમ પર આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન હેઠળ ઈન્ટીગ્રેટેડ નેશનલ લોન્ચ અને એકમ ઈન્ક્લુઝિવ ડેવલપમેન્ટ વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચ કરી.
ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રીવા-ઈટવારી ટ્રેન સહિત ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી અને ત્રણ નવી ટ્રેનો રીવા-ઈટવારી ટ્રેન, છિંદવાડા-નૈનપુર ટ્રેન અને નૈનપુર-છિંદવારા ટ્રેન રીવાના રહેવાસીઓને ભેટ આપી અને રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા.









