- અતીક અહેમદ અને અશરફના મોત બાદ થી જ શાઇસ્તા ફરાર
- અતીક - અશરફના અંતિમ સંસ્કારમાં પણ નહોતી આવી શાઇસ્તા
- માફિયાની બેનામી સંપત્તિને લઈને હજુ પણ ચાલી રહી છે તપાસ
ઉત્તર પ્રદેશ પોલીસે અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરી દીધી છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી તેના ઘરની બહાર નોટિસ પણ લગાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના મોત પહેલાથી શાઇસ્તા ફરાર થઈ ગઈ છે.
જણાવી દઈએ કે અતીક અહેમદની હત્યા બાદ પણ તેની પત્ની શાઇસ્તા પરવીન તેના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ ન હતી. યુપી પોલીસે તેના નામે ઈનામની પણ જાહેરાત કરી હતી પરંતુ તેમ છતાં શાઈસ્તા પરવીનનો કોઈ પત્તો મળ્યો ન હતો.










