• મોઇરાંગમાં આજે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે
  • માર્ચના 23 દિવસમાં 7 વખત ભૂકંપ આવ્યો

મણિપુરના મોઇરાંગમાં ગુરુવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે. તેની ઊંડાઈ 67 કિમી હતી. સાંજે 6.51 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી.

તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ શહેર હતું. પાકિસ્તાન, નેપાળ, ચીન, તાજિકિસ્તાન વગેરે દેશોમાં આંચકા અનુભવાયા હતા. આ દુર્ઘટનામાં પાકિસ્તાનમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

માર્ચમાં 7 વખત ધરા ધ્રૂજી

ભારતમાં માર્ચના 23 દિવસમાં 7 વખત ભૂકંપ આવ્યો છે. લોકોમાં ભયનો માહોલ છે. અત્યાર સુધી લોકો તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને ભૂલી શક્યા નથી. આવો જાણીએ આ પહેલા ક્યારે આવ્યો ભૂકંપ 

23 માર્ચ: મણિપુરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

21 માર્ચ: 6.8ની તીવ્રતાના આંચકા આવ્યા. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદ હતું.

12 માર્ચ: ભૂકંપનું કેન્દ્ર મણિપુરના વાંગજિંગથી 76 કિમી દૂર હતું. ત્યારે ભૂકંપની તીવ્રતા 4.8 હતી.

08 માર્ચ: પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

07 માર્ચ: આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

03 માર્ચ: અરુણાચલ પ્રદેશમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેની ઊંડાઈ 10 કિમી હતી.

02 માર્ચ: નેપાળના પૂર્વીય પ્રદેશ લોબુજયામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારે તેની ઊંડાઈ 10 કિમી હતી.


  • Follow us on: