ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગત મોડી રાત્રિએ ભાગદોડની ઘટના સામે આવી હતી. જેમાં 30 ના મોત અને 60 થી વધુ ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશ ડીઆઇજીએ યોજેલી પ્રેસમાં તેમણે જણાવ્યું કે 30 મૃતકોમાંથી 25 ની ઓળખ થઈ શકી છે. જેમાં કર્ણાટકના 4 અને ગુજરાતના 1 વ્યક્તિનું મોત થયું છે.  20 જેટલા મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા. 


મહાકુંભમાં ભાગદોડમાં એક ગુજરાતીનું મોત

મહાકુંભમાં ભાગદોડમાં એક ગુજરાતીનું મોત થયું છે. મૃતક મહેસાણાના મૂળ કડા ગામના વતની છે. મહેશ પટેલના નિધનથી પરિવાર શોકમગ્ન છે. મૃતકનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે.

ભારે ભીડના કારણે દુર્ઘટના સર્જાઇ 

ઘટના સ્થળે વીઆઇપી પ્રોટોકોલ નહતા. ત્યારે મોડી રાત્રે કેટલાક લોકો બેરીકેડ તોડી અંદર ધસી આવ્યા હતા અને આ ઘટના બની હતી. ભીડ વધી જતાં લોકોમાં ભાગદોડ થઈ. જેમાં 30 ના મોત 60 ઘાયલ થયા છે. બનાવ બનતા જ તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબુમાં લેવા પ્રયાસો શરૂ કરાયા હતા. 90 લોકો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યું હતું. 

પ્રયાગરાજના તમામ એન્ટ્રી પોઈન્ટ બંધ

મોદી રાત્રે બનેલા બનાવ બાદ પ્રશાંશન દ્વારા પ્રયાગરાજના તમામ એન્ટ્રી પોઈન્ટસને બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત હાલમાં નવા શ્રદ્ધાળુંઓના આવવા પર રોક લગાવવામાં આવી છે. બીજી તરફ એન્ટ્રી પોઇન્ટ્સ બંધ કરી દેવાતા પ્રયાગરાજ તરફના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી છે. લોકો છેલ્લા 24 કલાકથી ટ્રાફિકમાં ફસાયા છે. 


  • Follow us on: