અભિનેત્રી મમતા કુલકર્ણી અત્યારે ચર્ચામાં છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવાયા છે. તેઓ 24 વર્ષ પછી ઇન્ડિયા પાછા આવ્યા અને મહાકુંભમાં પહોંચીને તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર બની ગયા. મમતા કુલકર્ણીના આ નિર્ણયને લઇને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આ મામલે યોગ ગુરુ બાબા રામદેવે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવુ છે કે કોઇ એક દિવસમાં સંત નથી બની શકતું.
બાબા રામદેવે મહાકુંભમાં કર્યુ સ્નાન
મહત્વનું છે કે બાબા રામદેવ આજે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેઓએ સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા મહાકુંભમાં રીલ્સના નામે ફેલાવવામાં આવી રહેલી અશ્લીલતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે કહ્યું છે કે કોઈ એક દિવસમાં સંત બની શકતું નથી, તેના માટે ઘણા વર્ષોની સાધના જરૂરી છે, તો જ વ્યક્તિ સંત બની શકે છે.
કુંભના વાયરલ રિલ્સ અંગે શું બોલ્યા ?
તેમણે કહ્યું કે કેટલાક મહામંડલેશ્વર બની ગયા છે. કુંભના નામે કોઈના નામ સાથે બાબા જોડવા, કોઈપણ પ્રકારના સસ્તા કૃત્યો ફેલાવવા, લોકોને છેતરવા એ યોગ્ય નથી. વાસ્તવિક કુંભ એ છે જ્યાં મનુષ્યતાથી દેવત્વમાં, ઋષિત્વ અને બ્રહ્મત્વ તરફ વધે છે. સ્નાનથી, ધ્યાનથી, યોગ સાધનાથી, પ્રેમ કરુણાથી ધ્યાન યોગ, ભક્તિ યોગ,કર્મ યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ અને આ યોગનુ ત્રિવેણી છે. એક હોય છે સનાતનને અનુભવવુ. સનાતનને જીવવુ અને સનાતનને આગળ વધારવુ. માત્ર સનાતનના નામ પર કેટલાક ખરાબ શબ્દો બોલવા તે સનાતન નથી. સનાતન તો એ શાશ્વત સત્ય છે અને જેનો ક્યારેય ઇન્કાર કરી શકાતો નથી.
મમતા કુલકર્ણી વિશે શું બોલ્યા બાબા રામદેવ
આ દરમિયાન જ્યારે તેમને મમતાના મહામંડલેશ્વર બનવા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે બાબા રામદેવે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં સંત પદ પ્રાપ્ત કરી શકતું નથી. તે પ્રાપ્ત કરવા માટે વર્ષોની સાધના લાગે છે. આજે સ્વામી રામદેવ પણ તમારી સામે ઉભા છે. આ સંતત્વ પ્રાપ્ત કરવા માટે અમને 50-50 વર્ષની તપસ્યા લાગી. આને સંતત્વ કહેવાય છે. સંત હોવું એ મોટી વાત છે. મહામંડલેશ્વર એક ખૂબ જ મોટું તત્વ છે. આજકાલ હું જોઉં છું કે કોઈનું માથું પકડીને તેને મહામંડલેશ્વર બનાવવામાં આવે છે, આવું ન થવું જોઈએ.










