પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. અહીં રોજે લાખોની સંખ્યામાં લોકો આવી પહોંચે છે. ત્યારે ફરી એકવાર મહાકુંભ મેળા ક્ષેત્રમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સેક્ટર 18ના શંકરાચાર્ય માર્ગ પર આગ લાગી હતી. જો કે ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ ઓલવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
આગ પર મેળવાયો કાબૂ
આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયુ નથી. પરંતુ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયાસ કરાતા હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહાકુંભ મેળા ક્ષેત્રમાં આગ લાગી હતી.
30 જાન્યુઆરીએ લાગી હતી આગ
મહાકુંભમાં અગાઉ પણ સેક્ટર -22 માં બાંધવામાં આવેલા તંબુમાં આગ લાગીહતી. એ સારી બાબત હતી કે આ દરમિયાન કોઈ ભક્ત સ્થળ પર તંબુમાં ન હતો. આગ લાગ્યા પછી તે બધા બહાર આવી ચૂક્યા હતા, જેના કારણે મોટો અકસ્માત ટાળી ગયો હતો. મહાકુંભનો સેક્ટર-22 વિસ્તાર ઝુસીના નાગેશ્વર ઘાટના અને છતનાગ ઘાટની મધ્યમાં છે. ગુરુવારે ઘણા તંબુ અચાનક અહીં સળગાવવાનું શરૂ થઇ ગયા હતા. આ જોઈને ભક્તો તેમના તંબુમાંથી બહાર આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને બુઝાવવાનું શરૂ કર્યું છે. આગમાં ઘણા તંબુઓ સળગી ગયા હતા. પરંતુ કોઈ જીવનું નુકસાન થયું નથી.
19 જાન્યુઆરીએ પણ લાગી હતી આગ
19 જાન્યુારીએ મહાકુંભ મેળા ક્ષેત્રના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19 કેમ્પમાં ભીષણ આગ લાગી હતી.. એટલી મોટી આગ લાગી છે કે ભીષણ આગાના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફાયર ફાઇટર દ્વારા સતર્કતા દાખવતા હાલમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.. રેલવે પુલની નીચે આવેલા ટેંટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ચોક્કસ સામે આવ્યુ નથી. પરંતુ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા હતી. . સતત પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું ન હતું.
તંત્ર સતર્ક
ઉલ્લેખનીય છે કે મહાકુંભ એ વૈશ્વિક અવસર છે. વિશ્વ ભરમાંથી કરોડોની સંખ્યામાં અહીં લોકો આવી પહોંચ્યા છે. કરોડોની સંખ્યામાં લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. હાલ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આજે વળી રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. પરિણામે આગ પર યુદ્ધના ધોરણે કાબૂ મેળવી લેવાયો હતો.









