બાળપણમાં, તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે કે કુંભના મેળામાં અલગ થઈ ગ્યાં હતા. તમે ક્યારેય વિચાર્યું ન હોય પરંતુ આ વાસ્તવિક જીવનમાં પણ થાય છે. અહીં કુંભમાં કોઈ ભાઈ તો છૂટા પડ્યા ન હતા, પરંતુ 27 વર્ષ પહેલાં ગુમ થયેલ એક મહિલાનો પતિ મહાકુંભમાં પાછા મળ્યા હતા. જી હા, ઝારખંડના એક પરિવારે આ મહાકુંભમાં તેમના પુત્ર, ભાઈ અને પતિ મળી આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પત્ની ધનવા દેવીએ એકલા હાથે તેમના બે પુત્રો કમલેશ અને વિમલેશનો ઉછેર કર્યો.


1998માં વિખૂટો પડેલ પતિ 2025 કુંભમાં મળી આવ્યો!

ઝારખંડમાં રહેતી ધન્વા દેવીના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. વર્ષ 1998 માં જ્યારે તેનો પતિ અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારે તેમને શોધવા માટે તમામ પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ પતો લાગ્યો નહિ. 27 વર્ષ વીતી ગયા અને મહિલાએ તેનું નસીબ સ્વીકારી લીધું. પરંતુ 2025 ના મહાકુંભમાં જે બન્યું તેનથી સૌ કોઈને આંચકો લાગ્યો છે. પ્રયાગરાજના મહાકુંભના મેળામાં, જ્યાં લાખો ભક્તો અને સંતો એકઠા થયા, ત્યાં ધન્વા દેવીના એક સંબંધીએ એક અઘોરી સાધુને જોયા હતા. જેના ચહેરો ધન્વાદેવીના પતિના જેવો દેખાતો હતો.

બે બાળકો સહિત પરિવાર છોડી દીધા

શરૂઆતમાં ધન્વા દેવીએ વિચાર્યું કે આ ફક્ત એક ભ્રમ છે, પરંતુ જ્યારે નજીક જઈને અને તેમની આંખોમાં જોયું ત્યારે તેમના માનવામાં આવ્યું કે તે તેના પતિ ગંગસાગર યાદવ જ છે બીજું કોઈ નહીં. આ ગંગાસાગર હવે અઘોરી સાધુ બની ગયો હતો. ગંગાસાગર યાદવ હવે રાજકુમાર બાબા તરીકે ઓળખાય છે. જો કે આ માત્ર પરિવારનો દાવો છે બાબાનો નહિ. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર નથી.

પૂર્વ ઓળખ સ્વીકારવાનો બાબાનો સ્પષ્ટ ઇનકાર

પરિવાર દાવો કરી રહ્યુ છે કે જ્યારે ધન્વા દેવી બાબા રાજકુમારને મળી ત્યારે તેણે તેને ગંગા સાગર તરીકે ઓળખાવી હતી. પરંતુ બાબા તેની ભૂતપૂર્વ ઓળખ ગંગાસાગર હોવાનો ઇનકાર કરી રહ્યા છે. તે જ સમયે, બાબાએ પોતાને વારાણસીના સાધુ તરીકે વર્ણવ્યા. હવે કુટુંબ બાબા રાજકુમારના ડીએનએ પરીક્ષણ માટેની માંગ પર મક્કમ થયા છે.

ડીએનએ પરીક્ષણની માંગ પર કુટુંબ અડગ!

પરિવારના સભ્ય મુરલીએ કહ્યું કે અમે કુંભ મેળો સમાપ્ત થવાની રાહ જોશું. જો જરૂરી હોય તો અમે ડીએનએ પરીક્ષણ હાથ ધરવાનો આગ્રહ રાખીશું. જો કે જો ડીએનએ પરીક્ષણ મેળ ખાતું નથી, તો અમે માફી માંગીશું. બાબા રાજકુમારને જોયા પછી પરિવારના કેટલાક સભ્યો કુંભ મેળામાં રોકાયા છે જ્યારે બાકીના સભ્યો તેમના ઘરે પાછા ફર્યા હતા. કુંભ મેળામાં રહેવાનું કારણ બાબા રાજકુમાર પર નજર રાખવાનું છે. ધનવા દેવીને કુંભ મેળામાં તેના પતિ જેવો દેખાતો પુરુષ જોયા પછી ધનવા દેવીને તેના જીવનમાં એક આશાની નવી કિરણ જાગૃત થઈ છે.ત્યારે શું પરિણામ રહેશે તે તો આગામી સમય જ જણાવશે..!


  • Follow us on: