મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા ટોક ઓફ ધ ટાઉન બની છે. કરોડોની ભીડમાં આ વાયરલ ગર્લનુ નામ લગભગ દરેકના મોઢે સાંભળવા મળી રહ્યુ છે. સુંદર આંખોથી ફેમસ થયેલી આ ગર્લ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ બની છે. દરેક લોકો તેની સાથે ફોટો પડાવવા માગે છે. દરેક લોકો તેનો વીડિયો લેવા માગે છે. માળા વેચનાર આ છોકરી એટલી બધી ચર્ચામાં આવી છે કે હવે તેને મહાકુંભમાં રહેવુ કદાચ મુશ્કેલ લાગી રહ્યુ છે.

મધ્યપ્રદેશ પરત ફરી મોનાલિસા 
મોનાલીસા મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી છે. તે પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા આવી હતી. તેની આકર્ષક આંખોને કારણે તે રાતોરાત વાયરલ થઈ ગઈ હતી, પરંતુ મોનાલિસાની સાદગી અને તેની વાદળી આંખોની સુંદરતા હવે તેના માટે સમસ્યા બની ગઈ છે. લોકો મોનાલિસા સાથે ફોટા પાડવા અને વીડિયો બનાવવા માટે તેની પાછળ પડે છે. પુત્રી મોનાલિસા પર વધતા જોખમને જોઈને, પરિવારે મહાકુંભ છોડવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે, મોનાલિસા તેના પરિવાર સાથે ટ્રેન દ્વારા મધ્યપ્રદેશના મહેશ્વર પરત ફરી છે.

મોનાલિસાએ શેર કર્યો વીડિયો 
મહાકુંભમાં વધતી જતી ભીડ જોઈને મોનાલિસા પોતાના ઘરે જતી રહી છે. તેણે ટ્વિટર પર ટ્રેનમાંથી એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં મોનાલિસા કહી રહી છે કે મારે મારા પરિવાર અને મારી સુરક્ષા માટે ઇન્દોર પાછા જવું પડશે. જો શક્ય હોય તો, હું આગામી મહાકુંભ માટે પાછી આવીશ. મને આ રીતે પ્રેમ કરતા રહો. બધાના સમર્થન અને પ્રેમ બદલ હૃદયપૂર્વક આભાર. વિડિઓને લાઈક અને શેર કરતા રહો.

મોનાલિસા ભીડથી પરેશાન
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મોનાલિસાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેના પરિવારના સભ્યો તેને ભીડથી બચાવવા માટે શાલ અને ધાબળાનો ઉપયોગ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મોનાલિસાના મનમાં ડર જોવના મળી રહ્યો છે. વળી એક વાયરલ વીડિઓમાં તો એવુ પણ જોવા મળ્યુ કે ટોળાએ તેનો પીછો કરતા તે એક મોબાઇલ પણ ફેંકી દે છે. આથી હવે મોનાલિસાએ મહાકુંભ છોડવાનો નિર્ણય લીધો છે. મોનાલિસા હવે મહાકુંભ છોડી ચૂકી છે.

ઇન્દોરની છે મોનાલિસા
મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી મોનાલિસા ભોંસલે પ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચવા આવી હતી. અહીં કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. તેમનો તે વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે તે ગુગલ પર ટ્રેન્ડ થવા લાગ્યો. તેમના વીડિયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર લાખો વખત જોવામાં આવ્યા છે. એટલું જ નહીં, લોકો ગુગલ પર મોનાલિસાની જાતિ, તે ક્યાં રહે છે, તેની ઉંમર વગેરે વિશે પણ સર્ચ કરી રહ્યા છે.

  • Follow us on: