ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હાલમાં પ્રયાગરાજ મહાકુંભ મેળાની મુલાકાતે છે. તેઓએ મેળામાં સેવા કા્ર્ય કરતા જોવા મળ્યા હતા. સહપરિવાર તેઓ મહાકુંભ પધાર્યા છે. અહીં આવીને ગંગા આરતીનો પણ લાભ લીધો. આ ઉપરાંત હનુમાનજી મંદિરમાં પણ આરતી કરતા જોવા મળ્યા હતા. ત્યારે મહાકુંભમાં આવીને કેવો અનુભવ થયો તે વિશે મીડિયા સમક્ષ ગૌતમ અદાણીએ અનુભવો રજૂ કર્યા હતા.

અદાણી પરિવારે કરી ગંગા આરતી
પ્રયાગરાજમાં ગંગા આરતી કર્યા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં મને જે અનુભવ થયો છે તે અદ્ભુત છે. હું દેશવાસીઓ વતી પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું... અહીં જે મેનેજમેન્ટ છે - તે મેનેજમેન્ટ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય છે. મારા માટે, મા ગંગાના આશીર્વાદથી મોટું કંઈ નથી.


વિકાસના કાર્યોમાં યોગદાન આપવાનું ચાલુ રહેશે
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ યુપીના વિકાસને લઇને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અપાર તકો છે, તેની વસ્તી 27 કરોડ છે. અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશ સરકારના વિકાસ કાર્યોમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. અમે રાજ્યમાં અમારા રોકાણને મહત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

જીતના લગ્નને લઇને શું બોલ્યા ગૌતમ અદાણી ?
ગૌતમ અદાણીએ પુત્ર જીત અદાણીના લગ્ન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જીતના લગ્ન 7 ફેબ્રુઆરીએ છે. અમારો આ પ્રસંગ સામાન્ય લોકોની જેમ છે. તેના લગ્ન ખૂબ જ સરળ અને સંપૂર્ણ પરંપરાગત રીતરિવાજો સાથે થશે.

મહાપ્રસાદમ સેવામાં લીધો હતો ભાગ 
અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અદાણી ગ્રુપ અને ઈસ્કોનના સહયોગથી ચલાવવામાં આવી રહેલા રસોડામાં પણ પહોંચ્યા હતા, જ્યાં ભક્તો માટે દરરોજ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રસોડામાં પહોંચીને મહાપ્રસાદની સેવામાં ભાગ લીધો હતો અને પોતે મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે ઈસ્કોનના સભ્યો પણ હાજર હતા.

ગૌતમ અદાણી-ઇસ્કોન ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું વિતરણ 
મહાપ્રસાદ સેવામાં ભાગ લીધા બાદ અદાણી ગ્રુપના સીઈઓએ પોતે પ્રસાદ લીધો હતો. અદાણી ગ્રુપ અને ઈસ્કોન સાથે મળીને મહાકુંભમાં મહાપ્રસાદ સેવા કરી રહ્યા છે. દરરોજ 40 હજારથી વધુ ભક્તોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે 13 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
  • Follow us on: