મહાકુંભમાં ગંગાના નીરની શુદ્ધતાને મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. તે દરમિયાન જાણીતા પદ્મશ્રી વિજેતા વિજ્ઞાની ડો.અજય સોનકરે ગંગા જળની શુદ્ધતા સામે સવાલ ઉઠાવી રહેલા લોકોને જવાબ આપતાં કહ્યું છે.


ગંગા જળ સ્નાન માત્ર યોગ્ય પણ નથી પરંતુ હકીકતે અલ્કલાઇન જળ જેટલું શુદ્ધ છે. સંગમ,અરૈલ સહિતના પાંચ ગંગા ઘાટેથી લીધેલા પાણીના નમૂનાની તપાસ કરીને વિજ્ઞાનીએ આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે 57 કરોડથી વધુ શ્રાદ્ધાળુએ ગંગા સ્નાન કર્યા પછી પણ ગંગા જળની શુદ્ધતા પ્રભાવિત નથી થઇ.

મિસાઇલમેન એપીજે અબ્દુલ કલામ સાથે વૈજ્ઞાનિક વિમર્શ કરી ચૂકેલા વિજ્ઞાની ડો. અજય સોનકરે કહ્યું કે તેમણે પોતાની નૈની ખાતે આવેલી પ્રયોગશાળામાં ગંગાજળની તપાસ કરીને તેના તારણો આપ્યા છે. આ વિજ્ઞાનીએ ગંગાજળની શુદ્ધતા સામે સવાલ ઉઠાવનારી પ્રયોગશાળાને પડકાર પણ ફેંક્યો છે. તેમણે કહ્યું કે ગંગાજળની શુદ્ધતા મુદ્દે જેને શંકા હોય તે મારી પ્રયોગશાળામાં તપાસ કરીને સંતુષ્ઠ થઇ શકે છે.


  • Follow us on: