મહાકુંભમાં ભાગદોડની ઘટનાને લઇને હાલમાં સ્થિતિ કાબૂમાં હોવાનું સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેઓએ એમ પણ જણાવ્યું કે મહાકુંભમાં 8થી 10કરોડ શ્રદ્ધાળુઓ હાજર છે. અખાડા માર્ગ પર બેરિકેડ તૂટવાથી આ ઘટના બની. સાથે જ લોકોને વ્યવસ્થા જાળવી રાખવામાં સહયોગ કરવા પણ અપીલ કરી છે.
રાત્રે 1થી દોઢ વાગ્યાની વચ્ચે બની ઘટના- સીએમ યોગી
સીએમ યોગીએ ભાગદોડને લઇને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. વ્યવસ્થા બનાવવામાં સહયોગ કરવા લોકોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિનો તાગ મેળવ્યો છે. પીએમ મોદીએ સવારે 4 વાગે ફોન કર્યો.
કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ- સીએમ યોગી
સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે હાલ 8થી 10 કરોડ શ્રદ્ધાળુઓ છે. બેરિકેડ આવવાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. પીએમ મોદીએ ફોન પર 4 વાર સ્થિતિ વિશે તાગ મેળવ્યો છે. ભારે ભીડ છે હાલ પ્રયાગરાજમાં. અફવાઓ પર ધ્યાન ન આપો.
હાલ સ્થિતિ નિયંત્રણમાં- સીએમ યોગી
વધુમાં જણાવ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સંગમ તટ પર પહોંચવામાં લોકોએ દોટ મૂકી. જો કે હાલમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે. ત્યારબાદ અખાડાઓનું સ્નાન શરૂ થશે. અખાડાના પ્રમુખો સાથે વાત થઇ છે. પહેલા શ્રદ્ધાળુઓ સ્નાન કરશે.
પીએમ મોદી અને ગૃહમંત્રી સંપર્કમાં- સીએમ યોગી
સંગમ તટ તરફ ભક્તોની અવરજવરને કારણે સતત દબાણ છે. અખાડા માર્ગ પર બેરિકેડિંગ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે કેટલાક શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોને તબીબી સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે મૌની અમાસની શરૂઆત થતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પીએમએ અત્યાર સુધીમાં ચાર વખત પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સતત પરિસ્થિતિનો અહેવાલ લઈ રહ્યા છે.
નજીકના ઘાટ પર જ સ્નાન કરો-સીએમ યોગી
પ્રયાગરાજમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ ભીડ મોટી છે. વિવિધ અખાડાઓના સંતોએ નમ્રતાપૂર્વક કહ્યું છે કે ભક્તોએ પહેલા પવિત્ર સ્નાન કરવું જોઈએ અને ભીડ ઓછી થયા પછી અખાડા પવિત્ર સ્નાન માટે આગળ વધશે. સંગમ તટ, નાગ વાસુકી માર્ગ અને સંગમ માર્ગ પર મોટી ભીડ છે. હું ભક્તોને અપીલ કરું છું કે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે. સમગ્ર કુંભ વિસ્તારમાં ઘાટ બનાવવામાં આવ્યા છે, ભક્તોએ ફક્ત સંગમ તટ તરફ જવાની જરૂર નથી. ભક્તોએ તેમની નજીકના ઘાટ પર પવિત્ર સ્નાન કરવું જોઈએ. અમે ઘાયલોની યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરી રહ્યા છીએ. રેલ્વેએ પ્રયાગરાજ ક્ષેત્રના વિવિધ સ્ટેશનોથી ભક્તોને તેમના સંબંધિત સ્થળોએ પાછા લઈ જવા માટે ખાસ ટ્રેનોનું આયોજન કર્યું છે.









