મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ બિલ્ડિંગ સાત માળની છે. સવારે 6.30 વાગે ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે


[[$googlead]]

સવારે 6.30 કલાકે બની ઘટના 

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે સાત માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ સંકુલમાં ટાઇમ્સ ટાવર બિલ્ડિંગમાં સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હતી. ફાયર વિભાગે તેને લેવર 2ની આગ જાહેર કરી હતી. 9 ફાયર વિભાગની ગાડીઓ સહિત અગ્નિશામક વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કોઇ કોઈ જાનહાનિના સમાચાર નથી.

[[$alsoread]]

આગ લાગવાનું કારણ અકબંધ

ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા માટે ઝડપથી કામ કરી રહી છે. હાલ આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગના ઉપરના ભાગમાં લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બિલ્ડીંગમાં ઘણી ઓફિસો અને અન્ય ધંધાકીય પ્રવૃતિઓ ચાલે છે, તેથી પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

પળવારમાં જ આગ સાતમા માળે પહોંચી ગઇ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ ઈલેક્ટ્રીકલ ડક્ટમાંથી લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. થોડી જ વારમાં આગ પંદર માળની ઈમારતના સાતમા અને ત્રીજા માળની વચ્ચે ફેલાઈ ગઈ હતી.

  • Follow us on: