• પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે અકસ્માત
  • બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ
  • તેર લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ લોકોએ તેને જોયો તો પોલીસ-પ્રશાસનને જાણ કરી. માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં ઘણા લોકો હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. વહીવટી અધિકારીઓની સાથે સાથે લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા.

[[$googlead]]

આ ઘટના પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંથી પસાર થતી એક બસ બાજુમા આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ ડિવાઇડર તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી. બસમાં સવાર લોકોને બચાવવામાં આવી રહ્યા છે. બસમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત, 25 લોકો ઘાયલ થયા છે.

[[$alsoread]]

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ક્રેન અને એમ્બ્યુલન્સ બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી

આજુબાજુના લોકોને અકસ્માતની જાણ થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટના બાદ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ક્રેન બોલાવવામાં આવી છે, આ સાથે જ ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. રાયગઢના એસપીએ જણાવ્યું કે ખોપોલી વિસ્તારમાં બસ ખાઈમાં પડી જતાં 13 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

  • Follow us on: