- મહારાષ્ટ્રના સાંગલીમાં ગમખ્વાર અકસ્માત
- એક જ પરિવારના 6 લોકોના મોત
- અલ્ટો કાર નહેરમાં પડી
અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ક્યારેક આગને કારણે તો ક્યારેક તેજ રફતારના ચક્કરમાં અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના સાંગલીમાં ગમખ્વાર અકસ્માત થયો. અલ્ટો કાર નહેરમાં પડતા એક જ પરિવારના 6 લોકોના મોત નીપજ્યા છે.
દીકરીનો હતો જન્મદિવસ
તાસગાંવ-માનેરાજુરી રોડ પર ચિંચની વિસ્તારમાં મધ્યરાત્રિએ એક અલ્ટો કાર તકરી કેનાલમાં પડી ત્યારે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર મહારાષ્ટ્રના તાસગાંવનો રહેવાસી હતો. તેઓ મંગળવાર રાત્રે દીકરીનો જન્મદિવસ હોવાથી કોકવે ગામ ગયાહતા. ત્યાંથી પરત ફરતા આ ઘટના બની હતી.
ડ્રાઇવરને ઝોંકુ આવી ગયું
મળતી માહિતી મુજબ ડ્રાઇવરને ઝોંકુ આવી ગયું.. જેથી કાર સીધી નહેરમાં પડી ગઇ. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. કારમાં કુલ 7 લોકો સવાર હતા. ઘટનાને પગલે મૃતક પરિવારના ગામમાં સોંપો પડી ગયો છે. કદાચ આ ઘટના એટલી મોટી ન બનતી, કદાચ કેટલાક લોકોના જીવ પણ બચી શકતા હતા. પરંતુ નહેરમાં પાણી જ હતું નહી.
કોના મોત ?
- રાજેન્દ્ર જગન્નાથ પાટીલ (ઉંમર 60 વર્ષ) ડ્રાઈવર,
- પત્ની સુજાતા રાજેન્દ્ર પાટીલ (ઉંમર 55 વર્ષ)
- પુત્રી પ્રિયંકા અવધૂત ખરાડે (ઉંમર 30 વર્ષ)
- ધ્રુવ (ઉંમર ત્રણ વર્ષ)
- રાજવી (ઉંમર બે વર્ષ)
- કાર્તિકી (ઉંમર એક વર્ષ)
દીકરી સ્વપ્નલી વિકાસ ભોસલે (ઉંમર 30 વર્ષ) ઘાયલ હોવાનું સામે આવ્યું છે.