મહારાષ્ટ્રના પુણેમાં એક મોટો અકસ્માત થયો છે. એક ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂઈ રહેલા નવ લોકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ડમ્પરનો ચાલક નશામાં હતો. ડમ્પર ભાર્ગવ બિલ્ટવેઝ એન્ટરપ્રાઈઝના નામે નોંધાયેલું છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વાઘોલીના કેસનંદ નાકા ખાતે પોલીસ સ્ટેશનની સામે રાત્રે 12 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી.


  • Follow us on: