• મહારાષ્ટ્રની ટ્રેની IAS પૂજા ખેડકરનો મામલો
  • મહારાષ્ટ્ર સરકાર આવી એક્શનમાં
  • ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવ્યો રદ, બોલાવી પરત
મહારાષ્ટ્રમાં ટ્રેની આઇએએસ પૂજા ખેડકરને લઇને રોજબરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હવે પૂજાનો ઉત્તરાખંડના મસૂરીમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીએ ટ્રેનિંગ પ્રોગ્રામ રદ કરી દીધો છે. આ સાથે જ એકેડમીએએ તાત્કાલિક પરત બોલાવવા માટેનો લેટર પર લખ્યો છે. આ ઉપારંત એકેડમીએ મહારાષ્ટ્ર સરકારને આ મામલે પત્ર લખીને જાણ પણ કરી છે.

ટ્રેનિંગ પ્રોગ્રામમાંથી બોલાવી પાછી
પૂજા ખેડકરને અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે બહુ જરૂરી કાર્યવાહી માટે તમને તાત્કાલિક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તમારા જિલ્લા તાલીમ કાર્યક્રમને હાલ સ્થગિત કરવામાં આવે છે. તમને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી હાલ રાહત આપવામાં આવી છે. એકેડેમીનો પત્ર આની સાથે જોડાયેલો છે. સાથે જ જણાવ્યું કે 23 જુલાઇ 2024 સુધીમાં વહેલામાં વહેલી તકે એકેડમીમાં જોડાઇ જવું.

સત્તાનો દૂરપયોગ કરવાનો આરોપ
મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાલ બહાદુર ક્લાસિકલ એડમિનિસ્ટ્રેટિવ એકેડમી દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે
 પ્રોબેશનરી IS ઓફિસર પૂજા ખેડકર ખાનગી કાર પર લાલ બત્તી લગાવવા અને અલગ કેબિનનો આગ્રહ કરવા બાબતે ચર્ચામાં છે. શારીરિક વિકલાંગતા અને ઓબીસી પ્રમાણ પત્રના મુદ્દે પીએમ કાર્યાલય અને મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રીય પ્રશાસનિક અકેડમીએ પૂજા ખેડકરની તપાસ શરૂ કરી હતી. 
  • Follow us on: