પીએમ મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું કે એક થઈને આપણે વધુ ઊંચાઈ મેળવીશું! NDAને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને રાજ્યના યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર. આ પ્રેમ અને હૂંફ અનન્ય છે. હું લોકોને ખાતરી આપું છું કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે.


મને એનડીએના દરેક કાર્યકર્તા પર ગર્વ

તેમણે અન્ય રાજ્યોમાં પણ એનડીએની જીત માટે જનતા અને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું NDAના જન કલ્યાણના પ્રયાસોનો પડઘો સર્વત્ર સંભળાઈ રહ્યો છે. હું અન્ય રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં એનડીએના ઉમેદવારોને આશીર્વાદ આપવા માટે ધન્યવાદ આપુ છું.અમે તેમના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. તેમણે આગળ લખ્યું કે મને દરેક એનડીએ કાર્યકર્તા પર ગર્વ છે જેમણે પાયાના સ્તરે કામ કર્યું છે. તેમણે સખત મહેનત કરી, લોકોની વચ્ચે જઈને અમારા સુશાસનના એજન્ડા પર વિગતવાર વાત કરી.


મહારાષ્ટ્રમાં મહાયુતિનો પરચમ 

તમને જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 67 બેઠકો જીતી છે અને 66 બેઠકો પર આગળ છે. ભાજપના મુખ્ય વિજેતા ઉમેદવારોમાં વર્તમાન ધારાસભ્ય નીતીશ રાણેનો સમાવેશ થાય છે, જેમણે સિંધુદુર્ગ જિલ્લાની કંકાવલી વિધાનસભા બેઠક 58,007 મતોના માર્જિનથી જીતી હતી. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કોલાબા બેઠક પર 48,581 મતોથી જીત મેળવી છે જ્યારે શિવેન્દ્રરાજે ભોસલે સતારાથી 1,42,124 મતોના વિશાળ માર્જિનથી જીત્યા છે.



  • Follow us on: