• મહારાષ્ટ્રના પુણેમાં નકલી ટેલિફોન એક્સચેન્જ સેન્ટરનો પર્દાફાશ
  • ATSએ 3 હજાર 788 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • પોલીસે 22 વર્ષના યુવક નૌશાદ અહેમદ સિદ્ધીની અટકાયત કરી

મહારાષ્ટ્રના પુણેમાં નકલી ટેલિફોન એક્સચેન્જ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પૂણેમાં ATSને મોટી સફળતા મળી છે. ATSના દરોડા દરમિયાન 3 હજાર 788 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના પૂણેમાં આતંકવાદ વિરોધી ટીમે મોટી કાર્યવાહી કરી છે. ATSએ પુણેના કોંધવા વિસ્તારમાં એક નકલી ટેલિફોન એક્સચેન્જ પર દરોડો પાડ્યો હતો. આ સમય દરમિયાન ટીમે 3 હજાર 788 સિમ કાર્ડ, સાત સિમ બોક્સ, વાઈ-ફાઈ એન્ટેના અને સિમ બોક્સ ઓપરેટ કરવા માટે વપરાતું લેપટોપ જપ્ત કર્યું છે.

ભારતીય પ્રણાલી દ્વારા વિદેશથી ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય કોલ્સ બ્લોક કરવા માટે નકલી ટેલિફોન એક્સચેન્જ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસે 22 વર્ષના યુવક નૌશાદ અહેમદ સિદ્ધીની અટકાયત કરી છે. 

આરોપીની પૂઠપરછમાં અનેક ખુલાસાઓ થયા

કોંધવાના મીઠાનગરમાં એમએ કોમ્પ્લેક્સના વિસ્તારમાં આ અનધિકૃત એક્સચેન્જ સેન્ટર ચાલી રહ્યું છે. હાલમાં, આતંકવાદ વિરોધી ટુકડી આ કેસની તપાસ કરી રહી છે અને પોલીસ અટકાયત કરાયેલ નૌશાદની પૂછપરછ કરી રહી છે.

  • Follow us on: