મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હજી એમવીએ અને કોંગ્રેસમાં અમુક બેઠકોને લઇને પેચ ફસાયો છે. તેવામાં બીજેપી દ્વારા તો એક બાદ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવે છે. ત્યારે હાલમાં બીજેપીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં 25 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપે અત્યાર સુધીમાં કુલ 146 ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં 99 અને બીજી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ ઉપરાંત ભાજપે નાંદેડ લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પણ સંતુક મારોતરાવ હુંબરડેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મહાયુતિ ગઠબંધન દ્વારા અત્યાર સુધીમાં 288માંથી 260 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 28 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાના બાકી છે.
કોણે કેટલા ઉમેદવાર રાખ્યા ?
ઉલ્લેખનીય છે કે મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. ભાજપના 146 ઉમેદવારો સિવાય શિવસેનાએ અત્યાર સુધીમાં 65 અને એનસીપીએ 49 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે મહા વિકાસ આઘાડીએ અત્યાર સુધીમાં 259 બેઠકો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી છે અને 29 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. MVAમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBT અને શરદ પવારની NCP-SP સામેલ છે. શિવસેના યુબીટીએ 84, કોંગ્રેસે 99 અને એનસીપીએસપીએ 76 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
કોને ક્યાંથી મળી ટિકિટ ?
ભાજપે મહારાષ્ટ્રની નાગપુર-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સુધાકર કોહલે અને નાગપુર-ઉત્તર બેઠક પરથી મિલિંદ પાંડુરંગ માનેને મેદાનમાં ઉતાર્યા છે.
બોરીવલીના વર્તમાન ધારાસભ્ય સુનીલ રાણેના સ્થાને સંજય ઉપાધ્યાયને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે મુર્તિજાપુરથી હરીશ મારોતીઅપ્પા પિંપલે, કરંજથી સાઈ પ્રકાશ ડહાકે, તેઓસાથી રાજેશ શ્રીરામ વાનખેડે અને મોરશીથી ઉમેશ યાવલકરને મેદાનમાં ઉતાર્યા છે.
પાર્ટીએ સુમિત કિશોર વાનખેડેને અરવી વિધાનસભા બેઠક પરથી, ચરણ સિંહ ઠાકુરને કાટોલથી, આશિષ દેશમુખને, સાવનથી પ્રેરકને મેદાનમાં ઉતાર્યા છે.
નાગપુર સેન્ટ્રલથી દટકેને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વર્સોવાથી વર્તમાન વિધાનસભ્ય ભારતી લવેકરને અને ઘાટકોપર પૂર્વથી પરાગ શાહને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે જોકે અગાઉ એવી અટકળો હતી કે બંનેની ટિકિટ કપાઈ શકે છે.