- વિસ્તરણ દરમિયાન કુલ 14 મંત્રીઓ શપથ લઈ શકે છે
- સીએમ એકનાથ શિંદેએ પણ કેબિનેટ વિસ્તરણ પર મોટું નિવેદન આપ્યું છે
- ભાજપ કેમ્પમાંથી સુધીર મુનગંટીવાર, ચંદ્રીકાંત પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો
આવતીકાલે મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. વિસ્તરણ દરમિયાન કુલ 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. જેમાં ભાજપ તરફથી સુધીર મુનગંટીવાર, ચંદ્રીકાંત પાટીલ, ગિરીશ મહાજનને તક આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ શિંદે સરકારના મંત્રીમંડળના વિસ્તરણની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. અહેવાલ છે કે શિંદે સરકારની કેબિનેટ મંગળવારે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે. આ નવી સરકારમાં કુલ 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. હજુ સુધી મંત્રીઓને લઈને કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ભાજપને ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો મળી શકે છે.
આ વખતે ભાજપ કેમ્પમાંથી સુધીર મુનગંટીવાર, ચંદ્રીકાંત પાટીલ, ગિરીશ મહાજનને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે શિંદે કેમ્પમાંથી ગુલાબ રાવ પાટીલ, સદા સાવરકર, દીપક કેસરકરને તક આપવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ વિભાગ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી શકે છે. આ કેબિનેટ વિસ્તરણ શિંદે સરકાર અને બીજેપી માટે ઘણો મહત્વનો સાબિત થશે. આગામી ચૂંટણી અને તમામ રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પસંદગી કરવામાં આવી રહી છે.










