મહારાષ્ટ્રમાં આજે યોજાનારી મહાયુતિની બેઠકને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે મળનારી બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ એકનાથ શિંદે આજે સતારા જિલ્લામાં તેમના ગામ જઈ રહ્યા છે અને તેઓ આવતીકાલે પરત ફરે તેવી શક્યતા છે.
આજે મળવાની હતી બેઠક
ઉલ્લેખનીય છે કે મહાયુતિના ત્રણ મોટા નેતાઓ એકનાથ શિંદે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા માટે મોટી બેઠક યોજાવાની હતી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક એકનાથ શિંદે સતારા જિલ્લામાં આવેલા તેમના વતન જઇ રહ્યા છે અને તેઓ આવતીકાલે પરત ફરવાના છે .
ગઇકાલે મળી હતી અમિત શાહના ઘરે બેઠક
અચાનક જ કોઇ કારણોસર એકનાથ શિંદે તેમના વતન જઇ રહ્યા હોવાથી તેઓ જ્યારે પરત ફરે ત્યારે બેઠક યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શનિવારે પરત ફરશે. સતારાથી પરત ફર્યા બાદ ફરીથી બેઠક થશે અને બાકીના મુદ્દાઓ પર ચર્ચા થશે.
3 કલાક ચાલી હતી બેઠક
ત રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે 3 કલાક બેઠક ચાલી હતી પરંતુ તેમ છતાં પણ સીએમના નામને લઇને કોઇ વાત સ્પષ્ટ ન થઇ. સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે મોડી રાતે અલગ અલગ વાત કરી છે. ત્રણેય લોકોએ શાહ સાથે કેબિનેટની ફાળવણીને લઇને મંથન કર્યુ છે. પરંતુ સીએમ કોણ તેની સ્પષ્ટતા થઇ શકી નથી. મહત્વનું છે કે ગઇકાલે અમિતશાહના ઘરે મળેલી બેઠકમાં ભાજપ અધ્યક્ષ નડ્ડા પણ હાજર હતા. એનસીપીના સાંસદ સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ પણ હાજર હતા. જાણકારી મળી રહી છે કે ધારાસભ્યોની સંખ્યાના હિસાબે ભાજપ લગભગ 20 મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે. શિવસેનાને એનસીપી કરતા વધુ મંત્રીપદ મળવાની આશા છે.