મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી. ધનંજય મુંડેના પીએ પ્રશાંત જોશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને મુંડેનું રાજીનામું તેમને સોંપ્યું. ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. અમે તેને રાજ્યપાલને મોકલી દીધું છે.

રાજીનામા અંગે વધી રહ્યું હતુ દબાણ
બીડના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં તેમનું નામ જોડાયા બાદ સરકાર પર તેમનું રાજીનામું લેવાનું દબાણ સતત વધી રહ્યું હતું. ધનંજય મુંડે બીમારી હોવાને કારણે તેમના પીએ પ્રશાંત જોશીએ મુખ્યમંત્રીને રાજીનામું આપી દીધું.

ફોટો થયો હતો વાયરલ
આ રાજીનામું ત્યારે આવ્યું જ્યારે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. આ મામલે મોડી રાત્રે ડેપ્યુટી સીએમ અજિત પવારના નિવાસસ્થાન દેવગીરી ખાતે એનસીપીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધનંજય મુંડે પણ હાજર હતા. આ સમય દરમિયાન એવું નક્કી થયું કે મુંડે હવે મંત્રી પદ પરથી રાજીનામું આપશે.

કેમ આપવુ પડ્યુ રાજીનામુ ?
હકીકતમાં સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના મંત્રી અને NCP નેતા ધનંજય મુંડેની મુશ્કેલીઓ વધી ગઈ છે. SIT એ તેની ચાર્જશીટમાં મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને બીડ જિલ્લામાં ખંડણીનો વિરોધ કરનારા સરપંચ સંતોષ દેશમુખની હત્યા પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે ગણાવ્યા છે. 
  • Follow us on: