મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ થઇ રહી છે. ઉમેદવારોની પસંદગીને લઇને પાર્ટીઓમાં મથામણ ચાલી રહી છે. તમામ પાર્ટીઓ ચૂંટણીને ધ્યાને રાખીને કાર્ય કરવામાં વ્યસ્ત બન્યા છે. શાસક ગઠબંધન એનડીએ અને એમવીએના નેતાઓ વચ્ચે આક્ષેપ- પ્રતિઆક્ષેપો દોર તો ચાલી જ રહ્યો છે. તેવામાં મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટી યુવજન સભાના પ્રદેશ અધ્યક્ષ અહેમદે એકસ પર પોસ્ટ કરીને રાજકીય વલણનો સંકેત આપ્યો છે.


[[$googlead]]

સ્વરા જોવા મળી પતિ સાથે રેલીમાં 

આ વખતે એમવીએમાં સામેલ પક્ષોના નેતાઓ કોઈપણ ભોગે ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધનને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં ફહાદ અહેમદે ગાંધી જયંતિ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેઓ મુંબઇમાં આયોજિત એમવીએનમી રેલીમાં જોવા મળી રહ્યા છે. આ સાતે પોસ્ટ કરતા જણાવ્યું કે રાષ્ટ્રપિતા ગાંધીજી માત્ર વ્યક્તિ ન હતા. તેઓ એક વિચાર છે, એક વિશ્વાસ છે તે સત્યથી મોટી કોઇ તાકાત હોતી નથી. સત્ય માટે ઉભા રહેવા માટે સાહસ અને સત્ય માટે લડવા માટે નીડરતા અને સત્યની સૌથી મોટી નૈતિક શક્તિ અહિંસા છે. ત્યારે એમવીએની રેલીમાં તેઓ જોડાતા એવા સવાલો થઇ રહ્યા છે કે શું ફવાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની તો યોજના નથી બનાવી રહ્યા ને .?

[[$alsoread]]

કોણ છે ફહાદ અહેમદ?

સપા નેતા ફહાદ અહેમદ બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ છે. તે દેશભરમાં CAA વિરોધી વિરોધમાં એક અગ્રણી ચહેરો હતો. SC-ST વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પાછી ખેંચવાના સંસ્થાના નિર્ણય સામે 100-દિવસની હડતાળમાં ભાગ લીધા પછી ફહાદને TISS દ્વારા પીએચડી નોંધણીનો ઈનકાર કરવામાં આવ્યો હતો.


દેશ મોટો છે, પાર્ટી નથી - અબુ આઝમી

અગાઉ સપાના નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં સહયોગીઓ વચ્ચે સીટની વહેંચણી અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો છે કે એમવીએ મહાવિકાસ અઘાડી વિધાનસભાની ચૂંટણી મજબૂત રીતે લડશે. આ દરમિયાન તેમણે નામ લીધા વગર સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું હતું.

સપાના નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે સૌથી મહત્વની વાત એ છે કે મહાવિકાસ અઘાડી (MVA)એ મજબૂતીથી ચૂંટણી લડવી જોઈએ. વધુ કે ઓછી બેઠકો આપવી તે અંગે કોઈ મતભેદ ન હોવો જોઈએ. દેશ મોટો છે, પાર્ટી મોટી નથી.


  • Follow us on: