મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર નેતાઓને ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ પરત લઇ લો નહી તો કાર્યવાહી થશે. આ મામલે જાણકારી આપતા યુબીટી નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે ઘણા બળવાખોર ઉમેદવારોનો સંપર્ક કર્યો.
બળવાખોરોને ચેતવ્યા













