મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. જેમાં 8 કર્મચારીઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ફેક્ટરીના આરકે બ્રાન્ચ વિભાગમાં થયો હતો.ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની તસવીરો પણ બહાર આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયારો બનાવવા માટે વપરાતી ભારે સામગ્રીના ટુકડાઓ આસપાસ વિખરાયેલા છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને મદદ કરી રહી છે. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકો આમતેમ દોડવા લાગ્યા હતા. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે.
ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ
મળતી માહિતી મુજબ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના લોકો પણ ડરી ગયા. વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ રાહત અને બચાવની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. આ ઓર્ડનન્સ ફેક્ટરી જવાહરનગર, ભંડારામાં છે. આ વિસ્ફોટ ફેક્ટરીના આરકે બ્રાન્ચ વિભાગમાં થયો હતો. આ અકસ્માતમાં 5 થી 6 લોકો ઘાયલ થયા છે.
બ્લાસ્ટને કારણે ફેક્ટરીની છત તૂટી
વિસ્ફોટ શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ થયો હતો. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે લોખંડના મોટા ટુકડા દૂર સુધી પડી ગયા. ભંડારા કલેક્ટર સંજય કોલ્ટેના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે ફેક્ટરીની છત તૂટી પડી છે, જેને JCB ની મદદથી દૂર કરવામાં આવી રહી છે. અકસ્માત સમયે ઘટનાસ્થળે 12 લોકો હાજર હતા, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
SDRF પણ તૈનાત
મળતી માહિતી મુજબ ફાયર વિભાગ, પોલીસ વિભાગ, તહસીલદાર અને અન્ય જરૂરી વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પરિસ્થિતિને સંભાળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ને પણ તૈનાત કરવામાં આવી છે.