• પુણેમાં 19મેએ થયેલા અકસ્માત મામલે કાર્યવાહી
  • મહારાષ્ટ્ર પોલીસે આરોપીના પિતાની અટકાયત
  • પોર્શ કાર અકસ્માતનો આરોપી છે સગીર
મહારાષ્ટ્રના પુણેમાં પોર્શ કારે બાઇકને ટક્કર મારતા બે લોકોના મોત થયા છે. જે મામલે મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે જામીન આપ્યા છે અને તેના પિતા વિશાલ અગ્રવાલની અટકાયત કરવામાં આવી છે.

19મેએ થયો હતો અકસ્માત
મહત્વનું છે કે 19મેના રોજ પુણેમાં આ અકસ્માત થયો હતો. પોલીસે મંગળવારે ઔરંગાબાદ જિલ્લામાંથી આરોપી સગીરના રિયલ એસ્ટેટ ડેવલપર પિતા વિશાલ અગ્રવાલની ધરપકડ કરી હતી. આ પહેલા સોમવારે પોલીસે હાઈકોર્ટ પાસે આરોપીઓ સામે પુખ્ત આરોપી તરીકે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. પોલીસે આરોપીના પિતા સામે પણ ગુનો નોંધ્યો છે. અગાઉ નીચલી અદાલતે પોલીસની અપીલ ફગાવી દીધી હતી.

પોર્શ કાર પિતાના નામે રજિસ્ટર્ડ 

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિશોર તેના મિત્રોને મળવા ગયો હતો અને પોર્શ કાર ખૂબ જ ઝડપે ચલાવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે કાર તેના પિતાના નામે રજીસ્ટર હતી અને તેની પાસે નંબર પ્લેટ નહોતી. આરોપી સગીર અને પોર્શમાં મુસાફરી કરી રહેલા અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જોકે 14 કલાકમાં જ તેને જામીન મળી ગયા હતા.

આ શરતો પર જામીન પર મુક્ત આરોપી

જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની નીચલી અદાલતે આરોપી સગીરને 14 કલાકની અંદર જામીન આપ્યા હતા. એમ કહીને જામીન આપવામાં આવ્યા હતા કે આ ગુનો એટલો ગંભીર નથી કે જામીન આપી ન શકાય. અદાલતે કેટલીક શરતો પણ મૂકી હતી. જેમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે કામ કરવાનું રહેશે તથા માર્ગ દુર્ઘટનાઓનો પ્રભાવ અને તેના સમાધાન પર 300 શબ્દોનો નિબંધ લખવાની પણ શરત મૂકી હતી.

દારૂના નશામાં હતો આરોપી ?

આ ઘટના 19મી મેના રોજ વહેલી સવારે બની હતી. પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં એક રિયલ એસ્ટેટ ડેવલપરના 17 વર્ષના પુત્રએ તેની સ્પોર્ટ્સ કાર પોર્શે સાથે બાઇક સવાર છોકરા અને છોકરીને કચડી નાખ્યા હતા, પરિણામે તે બંનેના મોત નીપજ્યા હતા. ઘટનાના 14 કલાક બાદ આરોપી સગીરને કેટલીક શરતો સાથે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કિશોર દારૂના નશામાં હતો. મૃતકોની ઓળખ અનીશ અવધિયા અને તેની ભાગીદાર અશ્વિની કોષ્ટા તરીકે થઈ છે. બંનેની ઉંમર 24 વર્ષની હતી અને તેઓ આઈટી સેક્ટરમાં કામ કરતા હતા.

  • Follow us on:

[[$googlead]]