વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. નાગપુરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકના અપગ્રેડેશન માટે આશરે રૂ. 7,000 કરોડના કુલ અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ સાથે શિલાન્યાસ કર્યો. તેનાથી નાગપુર શહેર અને વિદર્ભ પ્રદેશને ફાયદો થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમથી 10 સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમથી 10 સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે ડિજિટલ માધ્યમથી ભારતીય કૌશલ્ય સંસ્થાન અને વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. તેમણે નાગપુર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને શિરડી એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. હરિયાણાના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા તેમણે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ કરવાનો અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો.
PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન કોંગ્રેસથી સાવધ રહેજો. તેઓ હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરે છે
PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન કોંગ્રેસથી સાવધ રહેજો. તેઓ હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરે છે. મહારાષ્ટ્રમાં વિકાસને વેગ મળ્યો, અમે મરાઠી ભાષાને નવી ઓળખ આપી. તેમણે કહ્યું કે ગઈકાલે જ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો આવ્યા છે. હરિયાણાએ બતાવી દીધું કે દેશનો મૂડ શું છે. બે ટર્મ પૂર્ણ કર્યા બાદ સતત ત્રીજી વખત ચૂંટાઈ આવવું એ ઐતિહાસિક છે. કોંગ્રેસની આખી ઇકોસિસ્ટમ, શહેરી નક્સલીઓની આખી ટોળકી જનતાને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત હતી, પરંતુ કોંગ્રેસના તમામ ષડયંત્રો નાશ પામ્યા હતા. તેણે દલિતોમાં જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દલિત સમાજે તેના ખતરનાક ઈરાદાઓને સમજ્યા. દલિતો સમજી ગયા કે કોંગ્રેસ તેમની અનામત છીનવીને તેમની વોટબેંકમાં ભાગલા પાડવા માંગે છે.









